Mumbai

કાંદિવલીની શતાબ્દિ હૉસ્પિટલમાં અપૂરતા તબીબો, ઓપીડીમાં લાઈનો

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈની કાંદિવલી પશ્ચિમ સ્થિત શતાબ્દી હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેસ પેપર માટેની 6માંથી 3 બારીઓ બંધ રહેતા લાંબી કતારો લાગે છે. સામાન્ય શરદી-ઉધરસની દવા લેવા પણ 3 કલાક વેડફાય છે. ડોકટરોની અછત અને OPDમાં 100થી વધુ લોકોની ભીડને કારણે દર્દીઓ પરેશાન છે, જે મહાપાલિકાના દાવાઓને પોકળ સાબિત કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાંદિવલીની શતાબ્દિ હૉસ્પિટલમાં  અપૂરતા તબીબો, ઓપીડીમાં લાઈનો

મહાપાલિકાના શ્રેષ્ઠ સારવારના દાવાઓ પોકળ

કેસ પેપર માટેની છ માંથી ત્રણ બારી કાયમ બંધ, સામાન્ય

દવા લેવા માટે પણ ત્રણ કલાક વેડફાતા હોવાનો દાવો

મુંબઈ -  કાંદિવલી પશ્ચિમની  ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર મનપા સર્વસાધારણ હૉસ્પિટલ 'શતાબ્દી હોસ્પિટલ'માં દર્દીઓની સંખ્યા વધતા ઓપીડીમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેસ પેપર કઢાવવા તેમજ જૂના કેસ પેપર પર સ્ટેમ્પ લગાવવા માટે દર્દીઓ અને તેમના પરિવારજનોને લાંબો સમય રાહ જોવી પડે છે. હોસ્પિટલમાં કેસ પેપર માટે છ બારીઓ હોવા છતાં ત્રણ બારીઓ બંધ રહેતી હોવાથી બાકીની બારીઓ પર કામનું ભારણ વધે છે અને લાઈનમાં અફરાતફરી સર્જાય છે.

દર્દીઓની  સમસ્યા માત્ર કેસ પેપરની લાઈન પૂરતી મર્યાદિત નથી. હોસ્પિટલમાં  પ્રવેશ માટે બીજી લાઈન, ત્યારબાદ સંબંધિત ડૉક્ટરને બતાવવા માટે વધુ એક લાઈન અને દવાઓ લેવા માટે પણ અલગ લાઈનમાં ઊભા રહેવું પડે છે. દરેક લાઈનમાં આશરે ૧૦૦થી વધુ લોકો જોવા મળે છે. દર્દીઓના જણાવ્યા પ્રમાણે લાઈનમાં વચ્ચે ઘૂસી જવા, વડીલો સાથે ગેરવર્તન અને ઝઘડાની ઘટનાઓ પણ બને છે. એક દર્દીએ જણાવ્યું કે શરદી-ઉધરસની દવા લેવા માટે પણ આશરે ત્રણ કલાકનો સમય વેડફાઈ જાય છે.

જોકે ડૉક્ટરોની અછત એ પણ દર્દીઓની સમસ્યાનું મોટું કારણ ગણાવવામાં આવ્યું છે. એક  દર્દીના જણાવ્યા મુજબ, અગાઉ હૉસ્પિટલમાં વિવિધ બીમારીઓ માટે નિષ્ણાત ડૉક્ટરોની સંપૂર્ણ ટીમ ઉપલબ્ધ હતી, પરંતુ હવે તબીબોની અછત અનુભવાય છે. માત્ર ઓપીડી જ નહીં, હૉસ્પિટલના ઉપરના માળે પણ સ્થિતિ કપરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને કેટલાક દર્દીઓ એક જ બેડ પર સારવાર લઈ રહ્યા હોવાનું જણાવાયું છે. દરમિયાન, બીએમસી દ્વારા ઉપનગરીય વિસ્તારમાં ભગવતી હોસ્પિટલ ટૂંક સમયમાં શરૃ કરવા તેમજ બીએમસીના પ્રાથમિક સારવાર કેન્દ્રો અને હોસ્પિટલોમાં ડૉક્ટરોની સંખ્યા વધારવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.