Mumbai

અંધેરીમાં બાઈક સ્ટન્ટ કરતા ઈન્ફલુએન્સરની ધરપકડ

By GS TEAM
19 Sep 20251 min read
અંધેરીમાં બાઈક સ્ટન્ટ કરતા ઈન્ફલુએન્સરની ધરપકડ

સ્થાનિક રહેવાસીએ પોલીસને રીલ બતાવી

રસ્તા પર હેલ્મેટ વિના બાઇક ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા

મુંબઇ -  અંધેરી વિસ્તારમાં મોટરબાઇક પર સ્ટંટ કરવા બદલ એક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

વર્સોવા પોલીસ સ્ટેશનના ઓફિસરે કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી બાદ અંશ વિકાસ ચોપરાને છોડી દેવામાં આવ્યો હતો.

ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર અનેક રિલ્સ પોસ્ટ કરી છે. એમાં તે મોટરબાઇક પર સ્ટંટ કરતા જોવા મળે છે.

ગયા અઠવાડિયે અંશ ચોપરાએ અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં એક રસ્તા પર હેલ્મેટ પહેર્યા વિના મોટરબાઇક ચલાવવાનો બીજો વીડિયો બનાવ્યો હતો. તેને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યો હતો તે પાછળથી વાયરલ થયો હતો.

બાદમાં સ્થાનિક રહેવાસી સંજય વાઘમારેએ વર્સોવા પોલીસનો સંપર્ક કર્યો અને તેમને અંશની રીલ બતાવી હતી. એમાં તે બેદરકારીપૂર્વક બાઇક દોડાવી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતો જોવા મળે છે.

પોલીસે ફરિયાદ બાદ ચોપરા વિરૃદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધી હતી. અધિકારીએ વધુમાં ક હ્યું હતું કે તેની ધરપકડ બાદ નોટિસ આપી છોડી દેવામાં આવ્યો હતો.