Mumbai

અમેરિકા પાસેથી ભારતના નિકાસકારોને ટેરિફના રિફન્ડ પેટે એક અબજ ડોલર મળ્યા

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી ટેરિફમાંથી ભારતીય કંપનીઓને રિફંડ મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારી સૂત્રો અનુસાર, વિવિધ ક્ષેત્રોના નિકાસકારોને અત્યાર સુધીમાં 1 અબજ ડોલરનું રિફંડ મળ્યું છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે જંગી ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયને ફગાવતા આ રિફંડ આપવાનો વારો આવ્યો છે. ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, અને સીફૂડના નિકાસકારોને મોટા પ્રમાણમાં રિફંડ મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા પાસેથી ભારતના નિકાસકારોને ટેરિફના રિફન્ડ પેટે એક અબજ ડોલર મળ્યા

મુંબઈ: ટ્રમ્પ વહીવટીતંત્રને ચૂકવાયેલી ટેરિફમાંથી ભારતીય કંપનીઓને ટેરિફ પેટેના રિફન્ડસ મળવાના શરૂ થઈ ગયા છે અને વિવિધ ક્ષેત્રોના મળીને નિકાસકારોને અત્યારસુધીમાં એક અબજ ડોલરનું રિફન્ડસ પ્રાપ્ત થયાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
દેશના ખાસ કરીને ટેકસટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા સીફૂડના નિકાસકારોએ મોટી માત્રામાં રિફન્ડસ લેવાના નીકળે છે.
જંગી ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા નિકાસકારોને રિફન્ડ આપવાનો વારો આવ્યો છે.
ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફનો જ્યારે અમલ ચાલુ હતો ત્યારે ભારતમાંથી અમેરિકા ખાતે અંદાજે ૭૨ અબજ ડોલરના માલસામાનની નિકાસ થઈ હતી. જેમાં ટેકસટાઈલનો નિકાસ આંક એક અબજ ડોલર જ્યારે સીફૂડનો બે અબજ ડોલર રહ્યો હતો.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતના માલસામાન પર પહેલા વીસ ટકા અને બાદમાં તે વધારી ૫૦ ટકા સુધી ટેરિફ લાગુ કરાઈ હતી.
અમેરિકાનું વહીવટીતંત્ર ત્યાંના સ્થાનિક આયાતકારોને રિફન્ડસ ચૂકવે છે જેમણે વધારાની ટેરિફની ચૂકવણી કરી છે. તેઓ દેશના નિકાસકારોને સીધુ રિફન્ડસ આપતા નથી, એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. જૂનના અંત સુધીમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ ૭૧ અબજ ડોલરનું રિફન્ડ ચૂકવી દીધું હોવાનું પણ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. હાલમાં અમેરિકા સાથે મુકત વેપાર કરારની વાટાઘાટ અંતિમ તબક્કામાં છે ત્યારે દેશના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોની અમેરિકા ખાતેની નિકાસમાં આવનારા દિવસોમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ટેરિફ લાગુ થવા પહેલાના વર્ષોમાં અમેરિકા ખાતે ભારતની વાર્ષિક નિકાસ સામાન્ય રીતે ૮૫થી ૮૮ અબજ ડોલરની આસપાસ રહેતી હતી.