ઘરેલુ તકરારમાં સાસરિયાં મૂકપ્રેક્ષક બની રહે એ વહુ પર ક્રૂરતા ન ગણાયઃ હાઈકોર્ટ

આવા કેસમાંં લાગણીઓના ઉશ્કેરાટ વધુ હોય છે
મહિલાએ દાખલ કરેલો સાસરિયાં સામેનો કેસ હાઈકોર્ટે રદ કર્યો, જોકે,
પતિ સામેનો કેસ ચાલુ રહેશે
મુંબઈ
-બોમ્બે હાઈ કોર્ટે મહિલાના સાસરિયા સામેના ફોજદારી કેસને રદ કરીને
કાર્યવાહી રદ કરી હતી. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે પુત્રવધૂની તરફેણ નહીં કરવી
કે પ્રતિભાવ નહીં આપવો અથવા મૂક દ્રષ્ટા બની રહેવું એ પત્ની સામે ક્રૂરતા આચર્યાનો કાયદો લાગુ કરવાનો આધાર બની શકે નહીં.
ક્રૂરતા ઈચ્છાપૂર્વકનું કૃત્ય છે જે વ્યક્તિને આત્મહત્યા તરફ દોરી જાય છે
અથવા તે પોતાને ઈજા પહોંચાડે જેમનાથી જીવ જાય અથવા આરોગ્યને અસર થાય અથવા
વિકલાંગતા આવી શકે છે, અમે કોર્ટે નિરીક્ષણ કર્યું હતું
લગ્નના છ મહિના બાદ ૨૬ વર્ષીય મહિલાએ જુલાઈ ૨૦૨૨માં પતિ, સસરા
નણંદ અને દિયર સામ ત્રાસ અપાતો હાવોની ફરિયાદ કરી હતી. તેને
ફોન વાપરવા દેવાતો નહોતો અને માતાપિતાના ઘરે જવા દવાતી નહોતી અને ઘરનું કામ
કરવાતું હતું, પતિ તેને અશ્લીલ ફિલ્મો જોવા ફરજ પાડતો અને
સાસરિયા તેના સોનાના દાગીના પોતાની પાસે રાખતા હતા વગેરે ફરિયાદ કરી હતી. આથી
પોલીસે ક્રૂરતાની કલમ હેઠળ કેસ નોંધ્યો હતો.
પતિ અને સાસરિયાઅ ેકેસ રદ કરવાની અરજી
કરી હતી પણ તેમના વકીલે પતિ માટે રાહત માગી નહોતી પણ સાસરિયા સામે રાહત
માગીને દલીલ કરી હતીકે તેમની સામેનો કેસ અસ્પષ્ટ છે. પતિના બીજા લગ્ન હતા અને
પહેલી પત્ની સામેનો ક્રૂરતાનો કેસ પણ સમજૂતી બાદ પાછો ખેંચી લેવાયો હતો.
કોર્ટે બધી બાજુની દલીલો સાંભળ્યા બાદ નોંધ કરી હતી કે નજીવી બાબતે અસંમતિ
કે મતભેદની બાબતો સામાન્ય હોય છે. પતિના પરિવારજનો સામેનો કેસ કાનૂની પ્રક્રિયાનો
દુરુપયોગ છે. કોર્ટે પતિ સામેનો કેસ ચાલુ રહેશે એમ જણાવ્યું હતું.
લગ્ન સંબંધી વિખવાદમાં લાગણીઓના ઉશ્કેરાટ હોય છે અને એ બાબતને ધ્યાનમાં
રાખીને સતામણી,
ઘરેલુ હિંસા કે પરિવારના સભ્યોને સંડોવતી ફરિયાદ દાખલ કરવામાં આવે
છે. ફરિયાદીનો પક્ષ નહીં લેનારા અને મૂક દ્રષ્ટા બની રહેતા પરિવારજનો સામે કોઈ
ચોક્કસ આરોપ નહોય તો અમે ફરિયાદીને મદદ કરી શકતા નથી. આવા સંજોગોમાં ઘરેલુ વિવાદને
ગુનાખોરીનો રંગ આપવો જોઈએ નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.




