ફરી પરીક્ષા આપવાની હિંમત નથી, મમ્મી-પપ્પા મને માફ કરજો

નીટ પરીક્ષા રદ થયા બાદ આપઘાત કરનારી
વિદ્યાર્થિનીની સ્યુસાઈડ નોટ
હવે
પરીક્ષામાં સારા માર્ક્સ મળશે તેની કોઈ ગેરન્ટી નથી તેવું લખ્યું ઃ આપઘાતના થોડા
દિવસો બાદ પુસ્તકો વચ્ચેથી ચિઠ્ઠી મળી
મુંબઈ -
મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને નીટની પરીક્ષા રદ્દ થતા
હતાશામાં નાગપુરમાં આત્મહત્યા કરનારી ૧૮
વર્ષીય વિદ્યાથનીના પરિવારને બનાવના થોડા દિવસ બાદ તેણે લખેલી લખેલી એક સ્યુસાઇડ નોટ મળી છે. એમાં તેણે માતા પિતાની માફી માંગી
જણાવ્યું છે કે તેનામાં ફરીથી
મેડિકલ પ્રવેશ પરીક્ષા આપવાની હિંમત નહોતી.
આ ભાવનાત્મક નોંધમાં વિદ્યાથની આકાંક્ષા ચતુર્વેદીએ કહ્યું કે તે
ફરીથી પરીક્ષામાં સારા ગુણ મેળવશે એની કોઈ ગેરંટી નથી.
આકાંક્ષાને
ગત તા. ત્રીજી મેના લેવાયેલી યુજી નીટમાં સારા માર્કસની આશા હતી. પરંતુ ુ પેપર
લીકના કારણે પરીક્ષા રદ થવાથી તેની આશાઓ
પર પાણી ફરી ગયું હતું.આથી તે ચિંતિત અને
પરેશાન થઈ ગઈ હતી,એમ તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના
મૌગંજ જિલ્લાની વતની આકાંક્ષા નાગપુરની એક કોચિંગ ઇન્સ્ટિટયૂટમાં નીટની તૈયારી કરી
રહી હતી. પરીક્ષા રદ કરવાની જાહેરાતના એક અઠવાડિયા પછી ૨૦ મેના રોજ તે
નાગપુરમાં તેના ઘરે રૃમમાં
ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
તે
દિવસે આકાંક્ષા પરિવાર સાથે જમવા પણ ન હતી બેઠી. ભૂખ ન હોવાનું કહી તે પોતાના
રુમમાં જતી રહી હતી. પરિવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ રૃમમાં તપાસ કરતા તેણે
આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી. પરંતુ
તે સમયે કોઈ સ્યુસાઇડ નોટ મળી ન હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
થોડા દિવસો પછી તેઓ આકાંક્ષાના પુસ્તકો અને અભ્યાસ સામગ્રી જોઈ રહ્યા હતા.ત્યારે
તેમને તેણે હાથથી લખેલી ચિઠ્ઠી મળી હતી. જે તેમણે
અંબાઝારી પોલીસને સુપરત કરી હતી.
તેના
પિતા કૃષ્ણ કુમાર ચતુર્વેદી એક નાના ખેડૂત
છે અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાગપુરમાં રસોઈયા તરીકે કામ કરતા હતા.




