Mumbai

પ્રેયસીને ખીણમાં ફેંકી નથી, અમે સાથે જ કૂદવાના હતાં પણ મારી હિંમત ન ચાલી

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈના કોલ્હાપુરમાં 25 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થિની તરન્નુમ નાઈકના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચ્યો છે. નાઈકવાડી ધોધ નજીક 500 ફૂટ ઊંડી ખીણમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે પ્રેમી શ્રીપાદ વડારની હત્યાના આરોપસર ધરપકડ કરી છે. જોકે, આરોપીએ સાથે આત્મહત્યાનો દાવો કર્યો છે. પોલીસે ચેટ હિસ્ટ્રી તપાસી, જેમાં શંકા ઉપજાવતા તેને 5 દિવસની કસ્ટડી મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રેયસીને ખીણમાં  ફેંકી નથી, અમે સાથે જ કૂદવાના હતાં પણ મારી હિંમત ન ચાલી

પ્રેમિકાને ખીણમાં   ધક્કો મારી હત્યા બદલ ઝડપાયેલા  પ્રેમીનો દાવો

પોલીસે બંનેની ચેટ હિસ્ટ્રી તપાસતા પ્રેમીના દાવા  અંગે શંકા ઃ પાંચ દિવસની પોલીસ કસ્ટડી મળી

મુંબઈ  -  મહારાષ્ટ્રના  કોલ્હાપુરમાં  પચ્ચીસ વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીની તરન્નુમ નાઈકના મોતના કેસમાં તપાસ દરમિયાન નવો વળાંક આવ્યો હતો. નાઈકવાડી ધોધ નજીક આશરે પાંચસો ફૂટ ઊંંડી ખીણમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તેના પ્રેમી શ્રીપાદ વડારની હત્યાની શંકાના આધારે ધરપકડ કરી હતી. જો કે, આરોપીએ દાવો કર્યો હતો કે બંનેએ સાથે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું અને યુવતીએ ખીણમાં કૂદકો માર્યો બાદ તેની હિંમત નહોતી થઈ.

વિગત મુજબ, શનિવારે, આરોપી શ્રીપાદ વડાર પોલીસ સ્ટેશનમાં ગયો અને જણાવ્યું હતું ંકે તેની પ્રેમિકા ગુમ થઈ ગઈ છે. ત્યારબાદ તપાસ કરતા પોલીસને નાયકવાડી ધોધ પાસે એક ભેખડ નીચેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે આ કેસમાં શ્રીપાદને કસ્ટડીમાં લીધો હતો.

આ બાદ પોલીસે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું તેઓ સાડા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા અને તરન્નુમના પરિવારે તેના લગ્ન બીજે ક્યાંક ગોઠવી દીધા હોવાથી તેઓ નારાજ હતા. તેમના મતે, બંનેએ સાથે મળીને પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું હતું. તેથી બંને નાયકવાડી ધોધ નજીકની ખીણ પાસે ગયા હતા. અહીં તરન્નુમ ખીણમાં કૂદી પડી હતી, પરંતુ યોગ્ય સમયે પોતાની હિંમત ન થતાં તેણે ઝંપલાવ્યું ન હતું.આવો શ્રીપદે દાવો કર્યો હતો.

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, નાયકવાડી ધોધ ગારગોટીથી લગભગ પચાસ કિમી દૂર ગાઢ જંગલ વિસ્તારમાં આવેલો છે. શુક્રવારે જ્યારે બંને ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ પ્રવાસી નહોતાં. પોલીસે આ કેસમાં બંનેની ચેટ હિસ્ટ્રીની તપાસ કરતા પણ આરોપીના દાવા અંગે શંકા ગઈ હતી.દરમિયાન આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડી મળી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.