Mumbai

ખારમાં કારે ટુ વ્હીલરને ટક્કર મારતાં પતિનું મોત, પત્ની ઘાયલ

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈના ખાર વેસ્ટમાં 71 વર્ષીય કાર ચાલકે દંપતીના ટુ-વ્હીલરને ટક્કર મારતા 41 વર્ષીય અયપ્પન સેલ્વરાજનું મૃત્યુ થયું. તેમની પત્ની નેન્સી અને અન્ય એક સ્કૂટર ચાલક ઘાયલ થયા. અયપ્પને હેલ્મેટ પહેર્યું હોવા છતાં જીવ ગુમાવ્યો. પોલીસે કાર ચાલક સુધીર સીતારામ સાવંત વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખારમાં કારે ટુ વ્હીલરને  ટક્કર મારતાં પતિનું મોત, પત્ની ઘાયલ

અકસ્માતમાં અન્ય સ્કૂટર ચાલક પણ ઘાયલ

બાઈક પર સવાર પતિ પત્નીને ૭૧ વર્ષીય કાર ચાલકે પાછળથી ટક્કર મારી

મુંબઈ -     ખાર   વેસ્ટના સી ડી રોડ જંકશન પાસે  એક કારે તેમના ટુ-વ્હીલરને ટક્કર મારતાં યુવકનું  મોત થયું હતું, જ્યારે તેની પત્ની અને અન્ય એક સ્કૂટર સવાર ઘાયલ થયા હતા

૪૧ વર્ષીય અયપ્પન સેલ્વરાજ તથા તેમનાં ૩૭ વર્ષીય પત્ની નેન્સી બાઈક પર બાંદ્રા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી સફેદ કારે તેમને ટક્કર મારી હતી. અયપ્પને હેલ્મેટ પહેર્યું હતું પરંતુ વાહન નીચે કચડાતાં તેમનું મોત થયું  હતું. નેન્સીને હાથમાં ઈજા થઈ હતી. અન્ય એક સ્કુટર ચાલકને પણ ફ્રેકચર થયું હતું.

પતિ-પત્ની બંનેને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ અયપ્પનનો જીવ બચ્યો ન હતો.

  પોલીસે ૭૧ વર્ષીય કાર ચાલક સુધીર સીતારામ સાવંત સામે  ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.