Mumbai

બાણગંગા તળાવ પ્રદૂષિત થતાં સેંકડો માછલીઓનાં મોત

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈના ઐતિહાસિક બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. પિતૃપક્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા પ્રસાદ અને પૂજાપો તળાવમાં પધરાવવાથી પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે માછલીઓ મૃત્યુ પામે છે. BMCએ સફાઈ શરૂ કરી છે અને પાણીની ગુણવત્તા તપાસવા નિષ્ણાતોની મદદ લઈ રહી છે. આ ઘટના દર વર્ષે બને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાણગંગા તળાવ પ્રદૂષિત થતાં સેંકડો માછલીઓનાં મોત

સપાટી પર મૃતદેહ તરી આવ્યાઃ બીએમસી દ્વારા સફાઈ

દર વર્ષે પિતૃપક્ષ દરમિયાન પ્રસાદ-પૂજાપો  ઠાલવવાથી ઓક્સિજન લેવલ ઘટતાં માછલીઓ મૃત્યુ પામે છે

મુંબઈ -   દક્ષિણ મુંબઈના ઐતિહાસિક બાણગંગા તળાવમાં સેંકડો મૃત માછલીઓ પાણીમાં તરતી મળી આવી હતી.  પિતૃ પક્ષ દરમિયાન તળાવમાં પ્રસાદ અને અન્ય  ધાર્મિક સામગ્રીના વિસર્જનને કારણે પાણી પ્રદૂષિત થવાથી આ સમયગાળામાં માછલીઓ મૃત્યુ પામતી હોવાની ઘટના લગભગ દર વર્ષે બને છે.

તળાવની સપાટી પર સેંકડો માછલીઓના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી. બાદમાં બીએમસીના સફાઈ  કર્મચારીઓએ ટોપલાના ટોપલા ભરીને માછલીઓ તળાવમાંથી કાઢવાનું શરુ કર્યું હતું.

      મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'ડી' વોર્ડના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે, તળાવમાંથી નિર્માલ્ય  એટલે કે પ્રસાદ તથા ધામક સામગ્રી દૂર કરવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. સાથે જ પાણીની સ્થિતિનું નિરીક્ષણ કરવા નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે.

તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા તેમજ બાકી રહેલા જળચર જીવોને વધુ નુકસાન ન થાય તે માટે જરૃરી પગલાં અંગે નિષ્ણાત દ્વારા સૂચનો આપવામાં આવશે.

      બાણગંગા તળાવમાં માછલીઓનાં મોતની ઘટના દર વર્ષે ચિંતાનો વિષય બને છે. ગયા વર્ષે પણ પિતૃ પક્ષ દરમિયાન આવી જ ઘટના સામે આવી હતી.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દર વર્ષે અહીં હજારો શ્રદ્ધાળુઓ ધાર્મિક વિધિ દરમિયાન અનેક પ્રકારની ખાદ્યચીજો તથા પૂજાપો વગેરે તળાવમાં પધરાવે છે. આ બધી સામગ્રી તરત ડિકમ્પોઝ થવા લાગે છે. આ ખોરાકનું વિઘટન કરવા  મોટાપાયે બેક્ટેરિયા સક્રિય થાય છે. આ બેક્ટેરિયા પાણીમાં રહેલો ડિઝોલ્વ્ડ ઓક્સિજન શોષવા લાગે છે તેના કારણે પાણીમાં ઓક્સિજનનની ઘટ પડી જાય છે. આથી માછલીઓ શ્વાસ ન લઈ શકવાને કારણે ગૂંગળાઈને મરી જાય છે.