મેટ્રોના કામના વિશાળ પથ્થરો સ્કૂલ બસ પર પડયા, બાળકો હેમખેમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મીરા રોડમાં મેટ્રો નાઈનના કામમાં મોટી બેદરકારી
સ્કૂલ બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, ટાયર પંક્ચર, કોન્ટ્રાક્ટર તથા કન્સલ્ટન્ટનેે ૧૨.૫ કરોડનો દંડ ફટકારાયો
વાયરલ વીડિયોમાં બસમાં બાળકો દેખાતાં હોવા છતાં વાહનમાં આ સમયે કોઈ ન હોવાનું એમએમઆરડીએનું જુઠ્ઠાણું
મુંબઈ - મીરા રોડમાં મેટ્રોના બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સોમવારે નાનાસાહેબ ધર્માધિકારી મેટ્રો સ્ટેશન નજીક ઊંચાઈ પર ચાલી રહેલા કામ દરમિયાન ગ્રેનાઈટના ટૂકડા નીચેથી પસાર થતી સ્કૂલ બસ પર પડયા હતા. આ ઘટનાન સંદર્ભમાં એમએમઆરડીએ દ્વારા કોન્ટ્રાક્ટર તથા કન્સલ્ટન્ટને ૧૨.૫ કરોડ રુપિયાનો દંડ ફટકારાયો છે.
અચાનક બનેલી આ ઘટનાને કારણે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ થોડા અંતર સુધી રસ્તાની એક તરફ વળી ગઈ હતી.બસમાં પંક્ચર પણ થયું હતું. સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓને ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. મેટ્રોના કામમાં ગંભીર બેદરકારી સામે આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બીજી તરફ એમએમઆરડીએએ એવો બચાવ કર્યો હતો કે આ ટૂકડા બેરીકેટેડ જગ્યાની બહાર પડયા હતા અને સીધા વાહન પર પડયા ન હતાં. જોકે, આ બનાવ સંદર્ભે
મીરા-ભાયંદરના મુખ્ય માર્ગ પર દહિસર- મીરા ભાયંદર મેટ્રો પ્રોજેક્ટ-નવનું કામ એમએમઆરડીએ દ્વારા કોન્ટ્રાક્ટર જે. કુમાર મારફતે ચાલી રહ્યું છે. સોમવારે બપોરે આશરે ૧૨ વાગ્યાના સમયે ગોલ્ડન નેસ્ટ નજીક નાનાસાહેબ ધર્માધિકારી મેટ્રો સ્ટેશનના નિર્માણ કાર્ય દરમિયાન મટિરિયલ વહન કરતી ક્રેનમાંથી અચાનક પથ્થર નીચે પડયા હતા.
રસ્તા પરથી પસાર થતા લોકો તરત જ બસ તરફ દોડયા હતા. વિદ્યાર્થીઓ હેમખેમ તો છે ને તેની તપાસ કરતા હતા. જોકે, આ ઘટનાથી વિદ્યાર્થીઓ એકદમ ગભરાઈ ગયેલા જણાયા હતા. લોકોએ તરત જ સ્થળ પર વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને આ રીતે જોખમી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
એમએમઆરડીએ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે ક્રેઈન દ્વારા બાંધકામ સામગ્રી લઈ જવાઈ રહી હતી ત્યારે મટિરિયલ બાસ્કેટ એફઓબી પર રખાયેલી ગ્રેનાઈટના પથ્થરોની થપ્પી સાથે અથડાઈ હતી. આથી આ પથ્થરો નીચે પડયા હતા. એમએમઆરડીએએ દાવો કર્યો હતો કે કોઈ પથ્થર સીધો બસની ઉપર પડયો ન હતો. જોકે, પથ્થરના ટૂકડા વાહનના પાછળના ભાગે ભટકાતાં તેનું ટાયર પંકચર થઈ ગયું હતું. એમએમઆરડીએએ એવો દાવો કર્યો હતો કે આ સમયે સ્કૂલ બસમાં કોઈ ન હતું. જોકે, વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે વાહનમાં બાળકો બેઠાં હતાં.
આ સલામતી ભૂલની ગંભીર નોંધ લેતાં એમએમઆરડીએ મુખ્ય કોન્ટ્રાક્ટર જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડને ૧૦ કરોડ રૃપિયા, આકટેક્ચરલ ફિનિશિંગ કોન્ટ્રાક્ટર એન. એ. ગજાનનને ૧.૫ કરોડ રૃપિયા અને પ્રોજેક્ટના જનરલ કન્સલ્ટન્ટ સિસ્ટ્રાને રૃ. એક કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.




