ચોમાસામાં મુંબઈના દરિયામાં 24 વખત હાઈ ટાઈડ આવશે

૧૬મી
જુલાઈએ સૌથી ઉંચી ભરતી આવશે
હાઈટાઈડ
વખતે ભારે વરસાદ હશે તો શહેરમાં
જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે
મુંબઈ
- ચોમાસા દરમિયાન દરિયામાં ૨૪ વખત મોટી ભરતી ( હાઈ ટાઈડ) આવશે. મોટી ભરતી દરમિયાન દરિયામાં
૪.૫ મીટરથી વધુ ઊંચી મોજાં ઉછળશે.
દરિયામાં
ભરતી વખતે ફ્લરગેટ બંધ કરી દેવામાં આવે છે. આથી ભરતીના સમયે સ્ટ્રોંમ વોટર
ડ્રેનેજમાં વરસાદી પાણી નિકાલ થતો નથી. આથી તે વખતે ભારે વરસાદ હોય તો જળબંબાકારની
સંભાવના વધી જાય છે.
બીએમસીના જણાવ્યા અનુસાર ૧૪ જૂનથી ૧૯ જૂન સળંગ
સતત ૬ દિવસ મોટી ભરતી રહેશે. સૌથી મોટી ભરતી ૧૬જુલાઈ ના રોજ બપોરે ૧.૩૬ વાગ્યે આવશે. આ સમયે દરિયામાં ૪.૮૯ મીટર સુધી
ઊંચાં મોજાં ઉછળવાની શક્યતા છે.
જૂન મહિનામાં ૧૪થી ૧૯ જૂન દરમિયાન ભરતીની
ઊંચાઈ૪.૬૪ મીટરથી ૪.૮૭ મીટર વચ્ચે રહેશે. જુલાઈ મહિનામાં ૧૩થી ૧૮જુલાઈ દરમિયાન
મોટી ભરતી નોંધાશે, જ્યારે ઓગસ્ટમાં ૧૨થી ૧૬ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ૧૦થી ૧૩સપ્ટેમ્બર તથા
૨૮થી ૩૦સપ્ટેમ્બર દરમિયાન પણ મોટી ભરતી આવશે.




