Mumbai

મ્હાત્રે માટે પોલીસની મમતાથી હાઈકોર્ટ નારાજઃ ડીસીપીને તપાસ સોંપી

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
ડોમ્બિવલીમાં ડોકટરો પર હુમલાના કેસમાં પોલીસની નિષ્ક્રિયતા અને પક્ષપાતભર્યા વલણથી નારાજ બોમ્બે હાઈકોર્ટે તપાસ ડીસીપીને સોંપવાનો આદેશ આપ્યો છે. શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેમના સાથીઓએ 6 જુલાઈએ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો પર હુમલો કર્યો હતો. પોલીસે મ્હાત્રેને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવાની મંજૂરી માંગી હતી, જે દર્શાવે છે કે તેઓ પક્ષપાત કરી રહ્યા છે. હાઈકોર્ટે ડીસીપીને 31 જુલાઈએ પ્રગતિ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મ્હાત્રે માટે પોલીસની મમતાથી હાઈકોર્ટ નારાજઃ ડીસીપીને તપાસ સોંપી

ડોમ્બિવલીમાં ડોક્ટરો પર હુમલાના કેસમાં પોલીસનું નરમ વલણ

હુમલા બાદ પોલીસે શરુઆતમાં તપાસમાં નિષ્ક્રિયતા દાખવી, મ્હાત્રેને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવાની મંજૂરી માગી પક્ષપાત દાખવ્યો

મુંબઈ -  હોસ્પિટલમાં  ડોકટરો પર હુમલો કરવાના આરોપી શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે સામેની તપાસ અને પોલીસ દ્વારા દર્શાવાતી કથિત તરફેણ અંગે અસંતોષ વ્યક્ત કરીને બોમ્બે હાઈકોર્ટે સોમવારે તપાસ સંબંધિત ઝોનના ડીસીપીને સોંપવાનો આદેશ આપ્યો હતો.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે જણાવ્યું હતું કે, કથિત ઘટના પછી શરૃઆતમાં કોઈ તપાસ હાથ ધરવામાં આવી ન હતી અને પોલીસે આરોપીઓ પ્રત્યે દુર્લભ આદર દર્શાવ્યો હતો.

 હકીકતમાં, પોલીસ અધિકારીઓ (તપાસના પ્રભારી)એ મ્હાત્રેને તરફેણ કરી હતી અને સ્થાનિક કોર્ટ પાસેથી રિમાન્ડ માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવાની પરવાનગી માંગી હતી. તેઓએ (પોલીસે) આરોપી પ્રત્યે દુર્લભ આદર દર્શાવ્યો હતો,એમ બેન્ચે જણાવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે તપાસ સંબંધિત ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનરને સોંપવામાં આવશે.

 ડીસીપી શક્ય તેટલી ઝડપથી તપાસ સંભાળશે અને ખાતરી કરશે કે ફરિયાદી, પીડિતો અને સાક્ષીઓના નિવેદનો નોંધવા માટે તમામ યોગ્ય પગલાં લેવામાં આવે અને તેમને પૂરતું રક્ષણ આપવામાં આવે,એમ બેન્ચે જણાવ્યું હતું અને ડીસીપીને ૩૧ જુલાઈના રોજ તપાસની પ્રગતિ અંગે કોર્ટને જાણ કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે ઘટના સમયે અને ધરપકડ પછી મ્હાત્રેના વર્તનની પણ નિંદા કરી હતી. લોકો તમને તેમની સેવા કરવા માટે ચૂંટે છે તેમના માથા ફોડવા માટે નહીં, એમ પણ કોર્ટે મ્હાત્રેના વર્તનની ટીકા કરતાં જણાવ્યું હતું.

૬ જુલાઈના રોજ થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી દર્દીના સંબંધીઓએ સારવારમાં વિલંબનો આરોપ લગાવ્યા બાદ મ્હાત્રે અને તેમના સાથીઓએ ડોક્ટરો અને તબીબી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

૧૫ જુલાઈના રોજ મેજિસ્ટ્રે કોર્ટે મ્હાત્રેને જામીન આપ્યા હતા.

આ મહિનાની શરૃઆતમાં, હાઈકોર્ટે આ મામલાની જાતે જ નોંધ લીધી હતી અને આ મુદ્દાની  ગંભીરતા  પર ચિંતા વ્યક્ત કરી હતી. કલ્યાણ કોર્ટના મ્હાત્રેને જામીન આપવાના આદેશને  વિકૃત ગણાવીને સ્ટે આપ્યો હતો.

હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ, મ્હાત્રેએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. તે ન્યાયિક કસ્ટડીમાં છે.ૃ