સમીર વાનખેડેની એનસીબી દ્વારા પૂછપરછ સામે હાઈકોર્ટનો સ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુશાંત રાજપૂત સહિતના બે કેસમાં નોટિસ જારી થઈ હતીે
અરજીનો કાયમી નિકાલ આવે નહીં ત્યાં સુધી પૂછપરછ માટે નહીં બોલાવવા હાઈકોર્ટની તાકીદ
મુંબઈ - બે કેસોમાં કથિત ગેરરીતિ બદલ શરૃ કરાયેલી તપાસમાં પૂછપરછ કરવા સામે એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને તેમની અરજીના અંતિમ નિકાલ સુધી બોમ્બે હાઈ કોર્ટે વચગાળાનું રક્ષણ આપ્યું છે.
૨૦૦૮ના ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (આઈઆરએસ) બેચના વાનખેડેએ ૨૦૨૪માં હાઈકોર્ટમાં અરજી કરીને પોતાને એનસીબીની તાપાસ માટે જારી કરેલી નોટિસને પડકારી હતી. આમાં એક કેસ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી હતો.
એનસીબીએ આ તપાસ બે અજ્ઞાાન ફરિયાદને આધારે શરૃ કરાયાનો દાવો કર્યો હતો જ્યારે વાનખેડેએ આરોપ કર્યો હતો કે ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના રહેવાથી તપાસ થઈ રહી છે. મલિકના જમાઈ સમીર ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરાઈ હોવાથી વેર વાળવા આમ કરાયાનો વાનખેડેએ દાવો કર્યો હતો.
કોર્ટે વાનખેડેની અરજીને સ્વીકારી છે અને અરજીનો અંતિમ નિકાલ આવે નહીં ત્યાં સુધી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે નહીં તેમ જણાવ્યું છે.
રાજપૂતે ૨૦૨૦માં નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. એનસીબીએ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના વપારશ અંગે તપાસ શરૃ કરી હતી. બાદમાં એનસીબીને વાનખેડે સામે જ તપાસમાં ગેરરીતિની ફરિયાદો મળી હતી આથી તેમને નોટિસ જારી કરાઈ હતી.









