Mumbai

બનાવટી કોર્ટ ઓર્ડર કેસમાં પોલીસની ઢીલી તપાસની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી

By GS Team
30 May 20262 mins read
બનાવટી કોર્ટ ઓર્ડર કેસમાં પોલીસની ઢીલી તપાસની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી

દિલ્હીની રહેવાસી મહિલા સાથે ઠગાઈનો કેસ

પોલીસે એક જ દિશામાં તપાસ કરી, ઈલેક્ટ્રોનિક પુરાવાની કોઈ ચકાસણી ન કરી હોવાની ટીકાઃ વધુ તપાસનો આદેશ

મુંબઈબનાવટી  આદેશ તૈયાર કર્યાના અને દિલ્હીના એક અસીલ સાથે રૃ.૨.૩૦ કરોડથી વધુની ઠગાઈ કરવાના કેસમાં એક  વકીલ  સામે આરોપોની તપાસમાં લાપરવાહીને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. આ કેસમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે અને કોર્ટના જે આદેશનો આધાર લેવાયો હતો એ બનાવટી હતો અ ેદર્શાવતા પુરાવા ઉપલબ્ધ કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે.

આદેશ કોણે તૈયાર કર્યો એ શોધી કાઢવા તપાસ યંત્રણા નિષ્ફળ ગઈ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.  વકીલ  વિનયકુમાર ખાતૂની જામીન અરજી પર સુનાવણી વખતે કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. આ કેસની તપાસ નક્કી કરેલી પદ્ધતિ મુજબ એક જ દિશામાં કરાઈ હોવાનું માનવા પુરતા પુરાવા હોવાની ટિપ્પણી કોર્ટે કરી હતી.

દિલ્હીની  રહેવાસી ઉર્મિલા તલ્યારખાને કરેલી ફરિયાદ પર આઝાદ મેદાન પોલીસે ખાતૂ સામે ઠગાઈ અને બાનવટી દસ્તાવેજ તૈયાર કર્યાનો ગુનો નોંધ્યો હતોે.  તલ્યારખાને ૨૦૧૪થી વિવિધ કાયદેસર કેસોમાં ખાતૂને રોક્યો હતો. જેમાં અલીબાગની મિલકતનો પણ વિવાદ હતો.

હાઈકોર્ટે તરફેણમાં આદેશ આપ્યો હોવાનું ખાતુએ તલ્યારખાનને જણાવ્યું હતું. જોકે, વકીલ  બદલ્યા બાદ હાઈકોર્ટે આવો કોઈ આદેશ આપ્યો નહોવાનું જણાયું હતું.

ખાતુએ કેટલાંક વોટ્સ એપ સંદેશા કોર્ટમાં રજૂ કરીને પોતાને ખોટી રીતે સંડોવ્યો હોવાની દલીલ કરી હતી. કોર્ટે આ દાવાની દખલ લઈને વોટ્સ એપ સંદેશાના અસ્તિત્વ બદલ માહિતી તપાસ અધિકારીને નહોવાનું અને તેની યોગ્ય તપાસ થઈ નથી અથવા ઈલેક્ટ્રોનિક પુરાવાની ચકાસણી થઈ નહોવાની ટીકા કરી હતી. આરોપ પાછળનું સત્ય શોધવાનો પ્રયાસ કરવો અનિવાર્ય હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આ વોટ્સ એપ ચેટની વધુ તપાસ કરવાનો આદેશ આપીને ૧૫ જૂને અહેવાલ રજૂ કરવા પોલીસને નિર્દેશ આપ્યો છે.