Mumbai

એસઆઈઆરમાં મતદારોની બાદબાકી પર સ્ટે આપવા હાઈકોર્ટનો ઈન્કાર

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં SIR પ્રક્રિયા હેઠળ મતદારોના નામ કપાવા મુદ્દે બોમ્બે હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 8 ઓક્ટોબરે સુનાવણી થવાની હોવાથી હાઈકોર્ટે હાલ કોઈ આદેશ આપ્યો નથી. ચૂંટણી પંચે કહ્યું કે, સુપ્રીમમાં સુનાવણી ચાલુ હોવાથી નિર્ણય યોગ્ય નથી. આગામી સુનાવણી 3 સપ્તાહ પછી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એસઆઈઆરમાં મતદારોની બાદબાકી પર સ્ટે આપવા હાઈકોર્ટનો ઈન્કાર

સુપ્રીમમાં સુનાવણી ચાલુ હોવાથી કોઈ આદેશ ન અપાય

મતદાર યાદીમાંથી વધુ નામો કાઢવા પર વચગાળાનો આદેશ આપવાની પણ હાઈકોર્ટે ના પાડીઃ ત્રણ સપ્તાહ બાદ સુનાવણી

મુંબઈ -  મહારાષ્ટ્રમાં એસઆઈઆર પ્રક્રિયા હેઠળ મતદારોના નામો કપાયા છે તેની પર વચગાળાનો સ્ટે તાત્કાલિક આપવા બોમ્બે હાઈકોર્ટે સોમવારે ઈન્કાર કર્યો હતો.  ચૂંટણી પંચે કહ્યું હતું કે એસઆઈઆર અંગેના કેસો સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ વિચારાધીન હોવાથી હાલ કોઈ ચુકાદો આપવો યોગ્ય નહીં ગણાય.

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ઈસીઆઈએ) મહારાષ્ટ્રનાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હાથ ધરી હતી અને ઘણાં મતદારોના નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. તેના પર સ્ટે મૂકવા એક રાજકીય કાર્યકરે બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી.તેના પર સુનાવણી વખતે  બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત શેઠનાજી ખંડપીઠે આ અવલોકન કર્યું હતું.

 મહારાષ્ટ્રમાં એસઆઈઆર પ્રક્રિયા દરમ્યાન હાથ ધરવામાં આવેલી ઘરે ઘરે જઈને માહિતી સંકલિત કરવા દરમ્યાન પ્રક્રિયાના ઉલ્લંઘનો અને મનસ્વી રીતે મતદારોના નામો કાપવામાં આવ્યા હતા તેવો આક્ષેપ અરજદારોએ કર્યો હતો.

હાઈકોર્ટે આગામી સુનાવણી ત્રણ સપ્તાહ પછી રાખી છે.  ચૂંટણી પંચના એડવોકેટે કોર્ટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર, અન્ય રાજ્યો અને કેન્દ્રિશાસિત પ્રદેશોમાંની એસઆઈઆર પ્રક્રિયા અંગેની બાબતો પર સુપ્રીમમાં  આઠમી ઓક્ટોબરે સુનાવણી થશે. આ મુદ્દા પર  સમાંતર  સુનાવણી કરવાથી  ન્યાયિક ઓંચિત્ય નહીં રહે તેવું હાઈકોર્ટે કહ્યું હતું.

અરજદાર વતી રજુઆત કરતા એડવોકટે ે મતદાર યાદીમાંથી વધુ નામો કાઢી નાખવા પર વચગાળાના નિર્દેશ આપવાની વિનંતી કરી હતી. આ તબક્કે હસ્તક્ષેપ કરવા બેન્ચે ઈન્કાર કર્યો હતો. એસઆઈઆર મુદ્દા પર કોઈ પણ હાઈકોર્ટે સુનાવણી કરવી નહીં તેવી સુપ્રીમ કોર્ટે ખાસ વિનંતી કરી છે તે અંગે બેન્ચે ધ્યાન દોર્યું હતું. મતદાર યાદીમાંથી હવે પછી નામો કાઢી નાખવામાં આવે તે અગાઉ વિધિવત સુનાવણી કરવા અને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (પોતાના નિર્ણયો અંગે કારણો અને તર્ક જણાવતો ઓર્ડર) સ્પીકીંગ ઓર્ડર આપે એવી વિનંતી પીટિશનમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટે સુનાવણી ત્રણ સપ્તાહ પછી કરવાનું કહ્યું હતું.