Mumbai

જ્ઞાનેશ કુમાર સામેની અરજી પર તત્કાળ સુનાવણીનો હાઈકોર્ટનો ઇનકાર

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચે ચૂંટણી પંચની 14 વહીવટી કાર્યવાહીને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. મુંબઈમાં દાખલ આ અરજીમાં મતદાર યાદી, નામો કાઢવા-પુનઃસ્થાપિત કરવા અને ડેટાબેઝની ઍક્સેસ જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. બેન્ચે રોસ્ટર વર્કલોડને કારણે સુનાવણી ટાળી છે, હવે 22 ઓક્ટોબરે સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્ઞાનેશ કુમાર સામેની અરજી પર   તત્કાળ સુનાવણીનો હાઈકોર્ટનો ઇનકાર

ચૂંટણી કમિશનરની ૧૪ વહીવટી કાર્યવાહીને પડકારતી અરજી

કાલ્હાપુર બેન્ચે તેના રોસ્ટર વર્કલોડનું કારણ  દર્શાવ્યું, હવે ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં સુનાવણીની શક્યતા

મુંબઈ -  બોમ્બે  હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચે સોમવારે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારની મતદાર યાદીઓ અંગેની ૧૪ વહીવટી કાર્યવાહીને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

એડવોકેટ  અસીમ સરોદે દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મતદાર નોંધણી, નામો કાઢી નાખવા અને પુનઃસ્થાપિત કરવા, મતદાર યાદીના ડેટાબેઝની એક્સેસ, ચૂંટણી નોંધણી અધિકારીઓની કામગીરી અને મહારાષ્ટ્રમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) કવાયતના પાસાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ મામલો જસ્ટિસ શમલા દેશમુખ અને નીરજ ધોતેની ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, બેન્ચે તેના રોસ્ટર વર્કલોડને કારણે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો.આ મામલાની સુનાવણી ૨૨ ઓક્ટોબરે થવાની શક્યતા છે.

અરજદારો દ્વારા ટાંકવામાં આવેલા અહેવાલો અનુસાર, છેલ્લા ૧૦ મહિનામાં લેવામાં આવેલા ૧૪ પગલાંને આ અરજીમાં પડકારવામાં આવ્યા છે, જેમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વાંધો ઉઠાવ્યો હતો. ફોર્મ ૬ માં ફેરફાર, મતદાર નોંધણી અને કાઢી નાખવા અને મતદાર યાદી ડેટાબેઝની એક્સેસ સહિતના મુદ્દાઓને લગતા વાંધાઓ હોવાનું કહેવાય છે.

અરજીમાં જણાવાયું છે કે સંધુ અને જોશી દ્વારા નોંધાયેલા વાંધાઓ છતાં મતદાર યાદીઓની તૈયારી, સુધારણા અને જાળવણી અંગેના નિર્ણયો કથિત રીતે લાગુ કરવામાં આવ્યા હતા.

અરજદારોએ ૧૪ વાંધાજનક કાર્યવાહી રદ કરવા, મહારાષ્ટ્રમાં એસઆઈઆર કવાયત અટકાવવા અને મતદાર યાદીમાંથી કથિત રીતે કાઢી નાખવામાં આવેલા નામોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. તેમણે એવા રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ મુલતવી રાખવાની પણ માંગ કરી છે જ્યાં એસઆઈઆર યોજાઈ હતી.

અરજીમાં ડેટા ડિલીટ કરવા અને સોફ્ટવેર સંબંધિત પ્રક્રિયાઓમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરવા માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશની આગેવાની હેઠળ એક સ્વતંત્ર ન્યાયિક સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે.