પાલઘરમાં ડોક્ટરો પર હુમલાના કેસમાં એસપીને હાઈકોર્ટનું તેડુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ નિષ્ક્રિય રહી હોવાની કોર્ટમાં રજૂઆત
રમેશ મ્હાત્રેના ડોંબિવલીના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું પગલું
મુંબઈ - પાલઘરમાં ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ પર હુમલો કરનારા શિવસેનાના કાર્યકરો સામે કોઈ પગલાં નહીં લેવાના આરોપ અંગે ે બોમ્બે હાઈ કોર્ટે પાલઘર પોલીસ સુપરિન્ટેન્ડન્ટને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
ન્યા. ગડકરી અને કમલ ખાતાની બેન્ચે આ સમન્સ જારી કર્યા છે. સ્થાનિક પોલીસે રિલીફ હોસ્પિટલની ઘટનામા ંતપાસ કરીને કોઈ ગંભીર પગલાં લીધા ન હોવાની જાણકારી મળતાં કોર્ટે સમન્સ જારી કર્યા છે. ઈજાગ્રસ્ત ગોવિંદાનું સીટીસ્કેન કર્યા વિના બળજબરીથી આઈસીયુમાંથી લઈ જઈને સ્ટાફ પર હુમલો કર્યાનો શિવસેનાના કાર્યકરો પર આરોપ છે.
થાણેમાં જુલાઈ મહિનામાં બનેલી આવી જ ઘટનાની સ્વેચ્છાએ દખલ લઈને અરજીની સુનાવણી કરવામાં આવી રહી હતી. આ કેસમાં શિવસેનાના જ નગરસવેક રમેશ મ્હાત્રે સામે ડોક્ટરની મારપીટ કરવાનો આરોપ છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) વતી હાજર વરિષ્ઠ વકિલ કામદારે જણાવ્યું હતું કે પાલઘરની ઘટનામાં કેસ નોંધાયો પણ તપાસમાં કોઈ ગંભીર પરગલાં લેવાયા નથી. કોર્ટે લેવાયેલા પગલાંની જાણકારી માગતાં સરકારી વકીલે પોલીસ પાસેથી સૂચના મેળવવા સમય માગ્યો હતો.
કોર્ટે વધુ સુનાવણી બુધવાર પર રાખીને પાલઘર સુપરિન્ટેન્ડન્ટને કેસ પેપરો સાથે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.




