પોલીસ મથકોમાં સીસીટીવી ડેટા સ્ટોરેજની વિગતો આપવા હાઈકોર્ટનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૮ મહિનાનો ડેટા સાચવવા નિર્દેશ છતાં ઘાટકોપરમાં છ જ
રાજ્યના ડીજીપી પાસેથી વિસ્તૃત અહેવાલ મગાવાયોમહિનાનો ડેટા રખાયો હોવાની રજૂઆત બાદ આદેશ
મુંબઈ - રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં લગાવેલા સીસીટીવી કેમેરાની એકંદર સમીક્ષા કરવાની કવાયત હાથ ધરીને કેટલા સમયના ડેટા સાચવવામાં આવે છે તેનો અહેવાલ રજૂ કરવા બોમ્બે હાઈકોર્ટે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ને નિર્દેશ આપ્યો છે.
છ મહિનાથી જૂના સીટીટીવી ફૂટેજ ઉપલબ્ધ નહોવાની મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનની રજૂઆતને લઈને ચિંતીત કોર્ટે આ નિર્દેશ આપ્યો છે. કોર્ટે નોંધ કરી હતી કે ભૂતકાળમાં રાજ્યના મુખ્ય સચિવે કોર્ટને બાંયધરી આપી હતી કે પોલીસ સ્ટેશનોના સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલા ફૂટેજ ૧૮ મહિના સુધી સાચવી રખાશે અને તેની ક્ષમતા વધારવાની ખાતરી આપી હતી.
પ્રશાંત સત્યવાન કોંકણેએ જાતે કરેલી ફોજદારી રિટ અરજીની સુનાવણી ચાલી રહી હતી. તેણે કોર્ટને જણાવ્યું હતું કે ઘાટકોપર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઈન્સ્પેક્ટરને તેણે ૧૫ એપ્રિલ ૨૦૨૫ના અરજી આપી હતી. ૧૭-૨૫ માર્ચ ૨૦૨૫ વચ્ચે બનેલી ઘટનાના એક મહિનાથી પણ ઓછો સમય થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સાચવવાની ખાસ વિનંતી કરી હતી.
જોકે રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી હતી કે અરજદારે માગેલા ફૂટેજ ઉપલબ્ધ નથી કેમ કે પોલીસ સ્ટેશન માત્ર છ મહિના સુધી જ ફૂટેજ સાચવે છે અને જ્યારે ફૂટેજ માગ્યા ત્યારે આ ગાળો વિતી ગયો હતો. કોર્ટે નોંધ કરી હતી કે પોલીસનું વલણ સુપ્રીમ કોર્ટની નિયમાવલીથી વિપરીત છે અને અગાઉ સ્પષ્ટ બાંયધરી આપવામાં આવી હતી જેમાં ૧૮ મહિના સુધીની બેકઅપ કેપેસિટી અપગ્રેડ કરવાની વાત થયેલી હતી.
ઘાટકોપર પોલીસ સ્ટેશન છ મહિનાથી વધુ સમય સુધી ફૂટેજ કેમ સાચવી શકતું નથી એનો પણ અહેવાલ આપવા જણાવાયું છે. આ અહેવાલ ૧૦ ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાનો રહેશે.




