સલમાનને સીઆરઝેડ ભંગ માટે હાઈકોર્ટની નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોવામાં દરિયાકાંઠે વીલા બનાવવા સામે પીઆઈએલ
ધકામ કરનારી કંપનીમાં સલમાન મેનેજિંગ પાર્ટનર હોવાનો અરજદારનો દાવો
મુંબઈ - કાલંગુટ કન્સ્ટિટયુઅન્સી ફોરમ નામની સંસ્થાએ નોંધાવેલી જાહેર હિતની અરજીને ધ્યાનમાં લઇ ગોવા ખાતેની બોમ્બે હાઇકોર્ટ દ્વારા સલમાનખાનને કંડોલિમમાં આવેલી તેની સંપત્તિમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-સીઆરઝેડ-ના ધારાધોરણોનો ભંગ કરી બાંધકામ કરવા બદલ નોટીસ આપવામાં આવી હતી. સીઆરઝેડ નિયમનો અનુસાર ૧૦૦ મીટરના નો ડેવલપમેન્ટ ઝોનમાં આવેલા કંડોલિમના પ્લોટમાં કરવામાં આવેલાં બાંધકામને આ અરજી દ્વારા પડકારવામાં આવ્યું છે.
અરજદારના જણાવ્યા અનુસાર સિંકવેરિઅમ નદીના ભરતીના મોજા જ્યાં આવે છે ત્યાંથી અંદાજે ૫૫ મીટરના અંતરે સીઆરઝેડના નિયમનોનો ભંગ કરી રહેણાંક વિલા અને સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે. આ બાંધકામ ક્લાસિક સીટી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ કંપનીમાં સલમાનખાન મેનેજિંગ પાર્ટનર હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.
આ જાહેર હિતની અરજીમાં ગોવા સરકાર, ગોવા સીઆરઝેડ ઓથોરિટી, કન્ડોલિમ ગ્રામ પંચાયત અને પર્યાવરણ મંત્રાલય તથા અન્યોને પ્રતિવાદી બનાવી જવાબ નોંધાવવા જણાવાયું છે. આ નોટીસનો જવાબ મળ્યા બાદ આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે.









