એસઆઈઆરમાં મીરા ભાયંદરના અડધોઅડધ મતદારો ગાયબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મીરા ભાયંદર તથા ઓવલા માજીવાડાના ચાર લાખ મતદારોનો પતો નથી
મીરા ભાયંદર વિધાનસભામાં ૪૧ ટકાથી વધારે, ઓવલા માજીવાડામાં ૪૪ ટકાથી વધુ મતદારો બાકાત થઈ જાય તેવી સંભાવના
મુંબઈ - તાજેતરમાં હાથ ધરાયેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (એસઆઈઆર) પ્રક્રિયામાં મીરા-ભાયંદર અને ઓવલા-મજીવડા વિધાનસભા મતવિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મતદારોનો પત્તો લાગ્યો નથી. બન્ને મતવિસ્તારોના કુલ ૧૦,૮૨,૧૨૨ મતદારોમાંથી ૪,૬૪,૭૯૨ મતદારો શોધી શકાયા નથી, જે કુલ મતદારોના અંદાજે ૪૩ ટકા જેટલા થાય છે.
મીરા-ભાયંદર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ ૧૪૫ મીરા-ભાયંદર અને ૧૪૬ ઓવલા-મજીવડા એમ બે વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ છે. ઓવલા-મજીવડા વિધાનસભા મતવિસ્તારનો અંદાજે અડધો વિસ્તાર મીરા-ભાયંદર મહાનગરપાલિકા હદમાં આવે છે.
એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ૧૪૫ મીરા-ભાયંદર વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ ૫,૧૪,૯૫૦ મતદારોમાંથી ૨,૧૩,૧૮૭ મતદારોનો પત્તો લાગ્યો નથી. આ સંખ્યા કુલ મતદારોના ૪૧.૪૦ ટકા જેટલી છે. તેવી જ રીતે, ૧૪૬ ઓવલા-મજીવડા વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૫,૬૭,૧૭૨ મતદારો નોંધાયેલા હતા, જેમાંથી ૨,૫૦,૬૮૫ મતદારો એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મળી શક્યા નથી. આ સંખ્યા કુલ મતદારોના આશરે ૪૪ ટકા જેટલી થાય છે. આમ, બંને વિધાનસભા મતવિસ્તારોના કુલ ૧૦,૮૨,૧૨૨ મતદારોમાંથી ૪,૬૪,૭૯૨ મતદારો શોધી શકાયા નથી. આટલી મોટી સંખ્યામાં મતદારો ગુમ હોવાનું સામે આવતા સ્થાનિક સ્તરે ચર્ચા અને શંકાનું વાતાવરણ ઊભું થયું છે.
૩૧ ઓગસ્ટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે
જે મતદારોનો પત્તો લાગ્યો નથી, તેમના પંચનામા તૈયાર કરવામાં આવ્યા છે. બાકીના મતદારોની ડ્રાફ્ટ મતદાર યાદી ૩૧ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ ૩૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા મતદારો પોતાનો વાંધો અથવા દાવો નોંધાવી શકશે. મળેલા દાવા અને વાંધાઓની સુનાવણી તથા નિકાલની પ્રક્રિયા ૩૧ ઓગસ્ટથી ૨૯ ઓક્ટોબર દરમિયાન હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચાર નવેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. હવે ડ્રાફ્ટ યાદી બહાર આવ્યા બાદ કેટલા મતદારો પોતાના નામ ફરીથી નોંધાવવા માટે આગળ આવે છે.




