Mumbai

મુંબઈના થાણેમાં ગુજરાતી બિઝનેસમેને સી લિંક પરથી દરિયામાં ઝંપલાવી મોતને વહાલુ કર્યું

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પરથી 51 વર્ષીય થાણેના બિઝનેસમેન ભાવેશ મજીઠીયાએ ઉબકાનું બહાનું કાઢી ટેક્સી રોકાવી દરિયામાં ઝંપલાવી આપઘાત કર્યો. પોલીસે મૃતદેહ શોધી કાઢ્યો. પ્રાથમિક તપાસમાં નાણાકીય સંકટને કારણે આ પગલું ભર્યું હોવાની શંકા છે. વર્લી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના થાણેમાં ગુજરાતી બિઝનેસમેને સી લિંક પરથી દરિયામાં ઝંપલાવી મોતને વહાલુ કર્યું

Mumbai Gujarati Businessmen Died : મૂળ ગુજરાતના અને થાણેના રહીશ 51 વર્ષીય બિઝનેસમેન ભાવેશ નવીનચંદ્ર મજીઠીયાએ શુક્રવારે મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંક પરથી કૂદીને આપઘાત કર્યો હતો. પોલીસને શંકા છે કે તેમના આ આત્યંતિક પગલા પાછળ નાણાકીય તણાવનું કારણ હોઈ શકે છે.

તે ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમણે ટેક્સીના ડ્રાઇવરને સી લિંક પોતાને ઉબકા આવી રહ્યા હોવાનું કહી વાહન રોકવા કહ્યું હતું.  ટેક્સી ડ્રાઇવરે ટેક્સી બાજુમાં લીધા પછી, મજેઠિયા ટેક્સીમાંથી ઉતરી ગયા અને દરિયામાં કૂદી પડયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

આ વાત ધ્યાનમાં આવતા ટેક્સી ચાલકે કે તરત જ આ વાતની જાણ ફરજ પરના પોલીસને કરી હતી. ઘટનાની ગંભીરતા પારખી રેસ્ક્યૂ ટીમ અને  સ્થાનિક પોલીસ તત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ દરિયાઈ પરિસ્થિતિને કારણે તેમને અવરોધનો સામનો કરવો પડયો હતો જેના કારણે કામગીરીમાં વિલંબ થયો હતો, અધિકારીએ જણાવ્યું હતું કે, બાદમાં પોલીસે તેમનો મૃતદેહ શોધી કાઢયો હતો. વર્લી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો હતો.