ગણેશોત્સવમાં લાલબાગના બ્રિજ ઉપર ગ્રીન કવર કરવામાં આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોઈ દુર્ઘટના ટાળવા માટે પગલાં
પૂલ પર ઉભા રહી લોકો ભીડ ન કરે અને કઠેડા પરથી જોવાનું જોખમ ન લે માટે લીલો પડદો
મુંબઇ - ગણેશોત્સવમાં બાપ્પાના આગમન વખતે તેમ જ વિસર્જનયાત્રા વખતે લાલબાગના ફલાયઓવર પર લોકોની ભીડ જામતી હોય છે એટલું જ નહીં પૂલના કઠેડા પરથી જોખમ ઉઠાવી નીચે જોતા હોય છે એટલે જ આ વખતે પહેલી જ વાર પૂલની એક તરફ ગ્રીન-કવર કરવામાં આવશે.
લાલબાગ-પરેલ પરિસરમાં ગણેશોત્સવ વખતે સૌથી વધુ ભીડ જોવા મળે છે. એમાં પણ શનિ-રવિ દરમ્યાન પ્રચંડ ભીડ જામતી હોય છે.
આમાં લાલબાગ ફલાયઓવર પર લોકો ભેગા થાય છે તેને કારણે વાહનોની અવરજવર પર અસર થાય છે, એટલું જ નહીં પણ પૂલ પરથી નીચે જોતી વખતે કોઇ ઉથલી પડે એવી પણ શક્યતા રહે છે.
એટલે જ મુંબઇ મહાપાલિકા, સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસે મળીને બ્રિજની એક તરફ લીલા રંગનો પડદો બાંધીને ગ્રીન-કવર કરવાનો ઉપાય અજમાવવાનો નિર્ણય લીધો છે. પરિણામે ફલાયઓવર બ્રિજ ઉપર અકસ્માતની કે ટ્રાફિક જામની શક્યતા નહીં રહે.









