Mumbai

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલથી સરકારી, પાલિકા હોસ્પિટલો ઠપ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં હોમિયોપેથી તબીબોને એલોપથીની છૂટના વિરોધમાં રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. મુંબઈ મહાપાલિકા સહિતની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. K.E.M., સાયન, નાયર, અને કૂપર હોસ્પિટલમાં OPD સેવા બંધ રહેતા હજારો દર્દીઓ સારવાર વિના પાછા ફર્યા. ઘણા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી છે. ડોકટરોએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેસિડેન્ટ  ડોક્ટરોની હડતાલથી સરકારી, પાલિકા હોસ્પિટલો ઠપ

હોમિયોપેથી તબીબોને એલોપથીની છૂટનો વિરોધ

હજારો દર્દીઓ સારવાર વિના પરતઃ મજબૂર લોકો નાછૂટકે ખાનગીમાં પહોંચ્યાં

મુંબઈ - હોમિયોપેથી તબીબોેને  એલોપથી દવા લખવાની રાજ્ય સરકારની છૂટના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા આજથી હડતાલ શરુ થતાં મુંબઈ મહાપાલિકા સહિત  રાજ્ય સરકારની હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

મહાપાલિકાની કે.ઈ.એમ., લોકમાન્ય તિલક (સાયન), નાયર અને કૂપર હોસ્પિટલમાં નિયમિત ઓપીડી (ઓપીડી) સેવા બંધ રહેતાં સારવાર માટે વહેલી સવારથી પહોંચેલા હજારો દર્દીઓ અને તેમના સગાંસંબંધીઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. અનેક દર્દીઓએ ડાક્ટરની તપાસ કરાવ્યા વિના જ નિરાશ થઈ ઘરે પરત ફરવું પડયું, જ્યારે કેટલાકને મોંઘી ખાનગી હોસ્પિટલનો આશરો લેવાની ફરજ પડી. હતી.

મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડાક્ટર્સ ( બીએમસી માર્ડ )એ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી)નો આરોપ છે કે રાજ્ય સરાકકરના આ નિર્ણય દર્દીઓની સુરક્ષા માટે જોખમી બની શકે છે અને આધુનિક તબીબી શિક્ષણની ગુણવત્તા પર પણ તેની ગંભીર અસર પડી શકે છે.

 ડાક્ટર સંગઠનની મુખ્ય માંગ છે કે સીસી એમપી લાયકાત ધરાવતા બીએચએમએસ  ડાક્ટરોની નોંધણીની પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, હાઈકોર્ટનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી કોઈ નવી કાર્યવાહી ન કરવામાં આવે અને રેસિડેન્ટ ડાક્ટરોની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકાર તાત્કાલિક ચર્ચા શરૃ કરે.

હડતાળને કારણે ઓપીડી સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોવા છતાં ઈમરજન્સી વિભાગ, કેઝયુઅલ્ટી, આઈસીયુ, પ્રસૂતિ વિભાગ અને દાખલ દર્દીઓ (આઇ પી ડી) માટેની સેવાઓ યથાવત ચાલુ રાખવામાં આવી હોવાનું બીએમસી માર્ડએ જણાવ્યું છે.

 સંગઠને સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપતાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં નોંધણી પ્રક્રિયા સ્થગિત નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.