Mumbai

નાસિકમાં ગોદાવરીએ ભયજનક સપાટી વટાવીઃ રામકુંડ પર પાણી ફરી વળ્યું

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
નાસિકમાં ભારે વરસાદને કારણે ગોદાવરી નદી ભયજનક સપાટી વટાવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. સોમેશ્વર ધોધ પર્યટકો માટે બંધ કરાયો છે. રામકુંડ અને મંદિરો પાણીમાં ગરકાવ થયા છે. પોલીસ અને જિલ્લા અધિકારીઓએ લોકોને નદી કિનારેથી દૂર રહેવા ચેતવણી આપી છે. ગંગાપુર ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટી વધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાસિકમાં ગોદાવરીએ ભયજનક સપાટી વટાવીઃ રામકુંડ  પર પાણી ફરી  વળ્યું

સોમેશ્વર ધોધ ખાતે પાણી વધતાં  પર્યટકો પર પ્રતિબંધ

નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરઃ સ્થાનિક લોકોને નદી તટથી દૂર રહેવા  માટે ચેતવણી

મુંબઇ  -  નાસિકમાં સ તત ચાલુ રહેલા મુશળધાર વરસાદને પગલે ગોદાવરી નદી ભયજનક સપાટી વટાવીને ધસમસતી વહેવા લાગી છે. એટલે નાસિક શહેરમાં નદી કાંઠાની આસપાસના વિસ્તારો પર પાણી ફરી વળ્યું છે. નદીના નીચાણવાળા ભાગોની આસપાસ રહેવાવાળા અનેક લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ગોદાવરી  ઘાટ પરિસરમાં રામકુંડ અને આસપાસના મંદિરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. નાસિક પોલીસ કમિશનર ઓફિસ તરફથી નાસિકવાસીઓને ગોદાવરી તટથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

બેકાંઠે વહેતી ગોદાવરી નદીના કિનારે વસેલા ગામડાના લોકોને સતર્ક રહેવાની જિલ્લા અધિકારી તરફથી અપીલ કરવામાં આવી છે.

ગઇ આખી રાત નાસિકમાં પૂરજોશમાં વરસાદ ચાલુ રહ્યો હતો. ગંગાપુર ડેમમાંથી છોડવામાં આવતું પાણી ગોદાવરી નદી પાત્રમાં ઠલવાતું હોવાથી નદીની સપાટી ઝડપથી વધી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

નાસિક જિલ્લાના સૌથી જાણીતા અને ખાસ તો ટુરિસ્ટો  માટે આકર્ષણરૃપ સોમેશ્વર ધોધમાં પ્રચંડ અવાજ સાથે પડતા પાણીને લીધે આ ધોધે રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. જોખમને ધ્યાનમાં લઇને લોકોને અને ખાસ તો પર્યટકોને ધોધથી દૂર રહેવાની અને ધોધમાં નાહવા માટે નહીં પડવાની તાકીદ કરવામાં આવી છે.