કાશીદ બીચ પર રોબોટિક વોટરક્રાફટથી યુવતીનો બચાવ

પુણેથી
પરિવાર પર્યટન માટે આવ્યો હતો
રિમોટ કન્ટ્રોલથી ઓપરેટેડ વોટરક્રાફથી એક મહિનામાં
બીજું રેસ્ક્યૂ
મુંબઇ
- કાશીદ બીચ પર દરિયામાં ડૂબી રહેલી ૨૦ વર્ષની યુવતીને રોબોટિક વોટરક્રાફટની
મદદથી બચાવાઈ હતી.
આ
બાબતે પ્રાપ્ત વિગતાનુસાર પુણેમાં રહેતા આકાશ સાબળે અને સિદ્ધિ સાબળે વેકેશનનો
આનંદ માણવા માટે ઉનાળાની ગરમીથી બચવા
શુક્રવારે સવારે કાશીદના દરિયાકિનારે આવ્યા હતા. આ લોકો અન્યો સાથે દરિયામાં
ન્હાવા પડયા હતા જોકે દરિયાના પાણીની ઉંડાઇનો અંદાજ ન આવતા સિદ્ધિ સાબળે (૨૦)
દરિયાના પાણીમાં ખેંચાઇને ડૂબવા લાગી હતી.
આ
સમયે તેણે મદદ માટે બૂમા-બૂમ કરતા અહીં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પ્રવિણ શેટકર અને જિતેન્દ્ર માનએ રિમોટ
કન્ટ્રોલ્ડ રોબોટિક વોટર ક્રાફ્ટની મદદ લીધી હતી અને દરિયાના ઉંડા પાણીમાં
ખેંચાઇને ડૂબવા લાગેલી તરુણીને હેમખેમ બચાવી લીધી હતી અને કાંઠા પર લઇ આવ્યા હતા.
રાયગઢના
ત્રણ બીચ નાગાંવ, કાશીદ અને હરિહરેશ્વર
ખાતે પાણીમાં ડૂબતા લોકોને બચાવવાના આ રોબોટિક વોટર ક્રાફ્ટની સુવિધા છે. ગયા મહિને પણ આ અદ્યતન ઉપકરણની મદદથી બે
વ્યક્તિને ડૂબતા બચાવવામાં આવ્યા હતા.




