Mumbai

અમદાવાદના નિલય પટેલ સામેનો રેપ કેસ પાછો ખેંચવા યુવતીએ ૪ કરોડ માગ્યા

By GS Team
18 Aug 20264 mins read
TukuTouch Logo
મુંબઈમાં, અમદાવાદના બિલ્ડર નિલય પટેલ સામે બળાત્કારનો ખોટો કેસ કરી 4 કરોડની ખંડણી માંગનાર 31 વર્ષીય નિવેદિતા શર્મા જુહુમાં 45 લાખ રૂપિયા લેતા ઝડપાઈ હતી. પોલીસે તેના વકીલ રાહિત્યરાજ મિશ્રાની પણ ધરપકડ કરી છે. નિલયના સાળા હેત પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી. નિવેદિતા સામે ગોવામાં પણ ખંડણીની ફરિયાદ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના  નિલય પટેલ સામેનો રેપ કેસ પાછો ખેંચવા  યુવતીએ ૪ કરોડ માગ્યા

નિવેદિતા ૪૫ લાખની રકમ લેવા આવતાં રંગે હાથ ઝડપાઈ

યુવતીના  વકીલની પણ ધરપકડ ઃ   નિલય  સાથે લાંબા સમયથી પરિચય હતો, બિઝનેસમાં મદદ ન કરી એટલે  રેપ કેસ દ્વારા ખંડણીનું કાવતરું

મુંબઈ - અમદાવાદના  બિલ્ડર અને બિઝનેસ મેન નિલય પટેલે  મુંબઈ એરપોર્ટ વિસ્તારની હોટલમાં  બળાત્કાર ગુજાર્યાનો આરોપ મૂકનારી ૩૧ વર્ષીય યુવતી નિવેદિતા શર્મા એ આ બિલ્ડર પાસેથી કેસ પાછો ખેંચવા ચાર કરોડની ખંડણી માગી હોવાનો પર્દાફાશ  થયો હતો.  મુંબઈના જુહૂમાં ખંડણીની રકમના એક હિસ્સા તરીકે ૪૫ લાખની રોકડ લેવા આવેલી આ યુવતી તથા તેને સમગ્ર કાવતરાંમાં મદદ કરનારા વકીલ રાહિત્યરાજ મિશ્રાની પણ  ધરપકડ કરાઈ છે. તેમનો સાગરિત બાસીત ખાન ફરાર છે.

બળાત્કાર કેસમાં આરોપી બિલ્ડર નિલય જશભાઈ પટેલના સાળા અને અમદાવાદ સેટેલાઈટ રોડ પર રહેતા હેત દશરથભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે મુંબઈ પોલીસની ખંડણી વિરોધી શાખાએ આ કાર્યવાહી કરી હતી.

હેત પટેલની ફરિયાદની વિગતો અનુસાર   નિલય પટેલની ઇઝી પે પ્રા. લિમિટેડ નામની આઇટી કંપની છે. તેનું મુખ્ય મથક પુણેમાં છે.

    મારા બનેવી  નિલય પટેલ અને નિવેદિતા શર્મા એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે. તેઓ ઘણીવાર દેશના વિવિધ શહેરોમાં સાથે મુસાફરી કરે છે અને એક જ હોટલમાં પણ રહે છે.  નિલય પટેલે નિવેદિતાને ઘણી વખત આથક સહાય પૂરી પાડી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે  મારા બનેવી નિલય પાસેથી પોતાનો નવો વ્યવસાય શરૃ કરવા માટે ચારથી પાંચ કરોડ રૃપિયાની માંગણી કરી રહી હતી.

ફરિયાદમાં જણાવાયું છે કે નિવેદિતાએ મુંબઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનેવી નિલય પટેલ વિરુદ્ધ કલમ ૬૪, ૭૪, ૭૫(૨), ૭૬, ૩૩૩   હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે તેવી જાણ થયા બાદ મેં બનેવીના મિત્ર લલિત કોલ્હેને આ કેસની વિગતો જણાવવા કહ્યું હતું  ગત. ૨૪ જુલાઈના  લલિત કોલ્હેએ  શર્માનો તેના મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો અને  નિલય વિરુદ્ધ નોંધાયેલા ગુના વિશે પૂછયું હતું. ત્યારે  નિવેદિતા શર્માએ પૈસાની માંગણી કરી હતી. આ માગણી બાદ લલિત કોલ્હેએ નિવેદતા સાથેના તમામ કોલ રેકર્ડ કરવાનું શરુ કર્યું હતું.   લલિતે ૨૭ જુલાઈના  ફરી  નિવેદિતાનો સંપર્ક કર્યો  ત્યારે તેણે  કેસ પાછો ખેંચી લેવા રૃ. ચાર કરોડની માંગણી કરી હતી. આ આખી વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી.

     ૨૯ જુલાઈના રાત્રે  લલિત કોલ્હે  સાંતાક્ઝમાં હોટેલમાં ગયા હતા.ત્યારે નિવેદિતા સાથે બે અજાણ્યા વ્યક્તિઓ ત્યાં હાજર હતા. નિવેદિતા શર્માએ કહ્યું કે તેમના નામ બાસિત અને રાહિત્યરાજ મિશ્રા છે. તે સમયે નિલય સામેનો કેસમાં સમાધાન કરવા માટે અઢી કરોડ માંગવામાં આવ્યા હતા. લલિત કોલ્હેએ તેમને કહ્યું કે તેમની પાસે હાલમાં આટલા પૈસા નથી અને તે જમા કરાવવામાં સમય લાગશે.ત્યારે  નિવેદિતાએ ફરીથી લલિત કોલ્હેને ધમકાવવાનું શરૃ કર્યું અને કહ્યું કે તેમની પાસે સુપ્રીમ કોર્ટના વકીલોની ફોજ છે અને તેઓ નિલય પટેલને જેલમાં સડાવી દેશે. આ સમયે લલિત કોલ્હેએ  વિચારવા માટે  થોડો  સમય માંગ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

    ત્યારબાદ  ૧૧ ઓગસ્ટના નિવેદિતાએ  ફરીથી લલિત કોલ્હેનો સંપર્ક કર્યો અને રૃ. અઢી કરોડની ખંડણી માંગી હતી. તેમજ વહેલી તકે પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. ૧૩ ઓગસ્ટના નિવેદિતાએ લલિતને ફોન કરીને એડવાન્સ તરીકે પાંચ લાખ રૃપિયા માંગ્યા હતા. આમ આ રકમ ચુકવવામાં આવી હતી. ત્યારબાદ નિવેદિતાએ ઉપરોક્ત પૈસા મળ્યા હોવાની  કબૂલાત કરી હતી. બીજી તરફ  લલિત કોલ્હેએ નિવેદિતા વિશે વધુ પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે નિવેદિતાએ ઘણા અગ્રણી વ્યક્તિઓ સામે ખોટા કેસ દાખલ કર્યા છે અને તેમની સાથે છેતરપિંડી કરી છે તથા  મોટી રકમ પડાવી લીધી છે.   ગત ૧૪ ઓગસ્ટના તે ખંડણીની વધુ રકમ લેવા   જુહુ આવવાની હતી. આની પોલીસને જાણ કરવામાં આવી હતી.

    તે મુજબ  પોલીસે છટકું ગોઠવ્યું હતું. જુ હુ ચર્ચ રોડ  ખાતે ૪૫ લાખ રૃપિયા સ્વીકારતી વખતે ખંડણી વિરોધી શાખાએ નિવેદિતા શર્માને રંગે હાથે પકડી લીધી હતી. તેના સાથીદાર વકીલ મિશ્રાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જયારે આરોપી બાસીત ખાનની શોખોલ ચાલુ છે.

નિવેદિતા સામે ગોવામાં પણ ખંડણીની ફરિયાદ

મુંબઈ -     અમદાવાદના બિઝનેસમેન સામે બળાત્કારની ફરિયાદ કરનારી દિલ્હીની મહિલા નિવેદિતા શર્મા પોલીસ રેકોર્ડ પરની ગુનેગાર છે. તેની સામે ગોવાના માપુસા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૪૨, ૧૭૦, ૩૨૩, ૫૦૬ (૨), ૩૮૯, ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો

વકીલે  કહ્યું  હતું,  નિલયને જામીન નહિ મળે, સમાધાન કરવું પડશે

મુંબઈ -    ગત ૨૪ જુલાઈના  લલિત કોલ્હેએ આરોપી મહિલા નિવેદિતા શર્માનો તેના મોબાઇલ  પર  ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે જુઓ ભાઈ, મારે આ બધું કરવાની જરૃર નહોતી. પરંતુ નિલયે મારા માટે કોઈ રસ્તો  બાકી રાખ્યો નહોતો. નિલય બે મહિનાથી મને મૂર્ખ બનાવી રહ્યો હતો.  હું આજે આપીશ, કાલે આપીશ. મેં તેની પાસે ધંધા માટે પૈસા માંગ્યા હતા.

    લલિતે પૂછયું કે  નિલયને અંદર મોકલીને  હવે તને શું મળશે. ત્યારે નિવેદિતાએ જણાવ્યું કે મારા વકીલે મને કહ્યું છે કે જો નિલયને બળાત્કારના કેસમાં જલ્દી જામીન નહીં મળે તો તેણે સમાધાન કરવું જ પડશે.

   લલિતે કહ્યું એવું નહીં થશે તો. ત્યારે નિવેદિતાએ જણાવ્યું મુઝે અચ્છી તરહસે  ઉંગલી તેડી કરના આતી હૈ,  બાસિત કો બોલ કે ઉસકો ઠુકવા દૂંગી.

    લલિતે તેને પૂછયુ હવે શું કરવું પડશે? નિલયનો સાળો હેત મને ફોન કરે છે.  નિવેદિતાએ કહ્યું ઉસ કો બોલો મુઝે ચાર કરોડ રુપયે દે દે, તો મેં કેસ વાપસ લેતી હું.