૧૯ સપ્ટે.થી કચ્છની ૭ ટ્રેનોનું ગાંધીધામને બદલે ગોપાલપુર સ્ટોપેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રવાસીઓની ૪૫ મિનિટ બચી જશે
ગાંધીધામથી અવરજવર કરનારા પ્રવાસીઓએ ગોપાલપુર સ્ટેશન આવવાનું રહેશે
મુંબઈ - કચ્છના ગાંધીધામ સ્ટેશનેથી પાંચ કિ.મીના અંતરે બનેલું અને વર્ષોથી બંધ રહેલું ગોપાલપુર સ્ટેશન ફરી કાર્યરત થયું છે. તેથી ૧૯મી સપ્ટેમ્બરથી ગાંધીધામને બદલે આ નવા સ્ટેશનેથી સાત ટ્રેનો ઉપડશે અને ટર્મિનેટ થશે. તેથી પ્રવાસીઓએ ટિકિટ બુક કરતી વખતે ગાંધીધામ(જીઆઇએમબી)ને બદલે ગોપાલપુર(જીપીપીઆર) સ્ટેશન પસંદ કરવાનું રહેશે.
પશ્ચિમ રેલવેએ આપેલી ટ્રેનોની યાદી અનુસાર
- ૧૧૦૯૧/૯૨ ભુજ-પુણે-ભુજ એક્સપ્રેસ, ૧૨૯૫૯/૬૦ બાંદરા-ભુજ-બાંદરા ટ્રેન, ૧૨૯૬૫/૬૬ ભુજ-બાંદરા-ભુજ, ૨૦૯૦૭/૦૮ સયાજી નગરી એક્સપ્રેસ, ૨૨૮૨૯/૩૦ ભુજ-શાલીમાર-ભુજ ટ્રેન, ૨૨૯૦૩/૦૪ ભુજ-બાંદરા-ભુજ સુપરફાસ્ટ એસી ટ્રેન, ૯૪૮૦૧/૦૨ અમદાવાદ-ભુજ-અમદાવાદ વંદે મેટ્રો. આ સાત ટ્રેનો ગોપાલપુર સ્ટેશનેથી અવરજવર કરશે.
મુંદ્રા પોર્ટ અને ભુજ તરફનેી કનેક્ટિવિટી બહેતર કરવા માટે બનેલા આ સ્ટેશનને લીધે ભુજની ટ્રેનોને ગાંધીધામને બદલે ગોપાલપુર સ્ટેશનેથી પસાર થઇ સીધી ભુજ તરફ નીકળી જવાથી પ્રવાસના સમયમાં એક કલાકની બચત થશે. ગાંધીધામ સ્ટેશન કાર્ગો અને પોર્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હોવાથી અહીં આવનારી ટ્રેનોના એન્જિનને પાછળથી આગળ ફેરો ફરાવીને નીકળવું પડે છે. જેમાં ૪૫ મિનિટનો સમય લાગે છે.




