ચાર મહિલા દ્વારા યુવકને હની ટ્રેપમાં ફસાવી એક લાખની માગણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રાઈવરની જરુર હોવાના બહાને બોલાવ્યો
મુંબઈ - ડ્રાઇવરની જરૃર હોવાને બહાને એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી એક લાખ રૃપિયાની ખંડણી પડાવવાનો પ્રયાસ કરવાના આરોપમાં ચાર મહિલાઓ અને એક અન્ય વ્યક્તિની નાંદેડ પોલીસે ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.
૩૧ જુલાઈના રોજ એક મહિલાએ યુવકને ડ્રાઇવરની જરૃર હોવાનું બહાનું કર્યું હતું. પછી તેને બેલાનગર લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ત્યાં પહોંચ્યા પછી તેને એક ઘરમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં આરોપીએ યુવકના અશ્લીલ ફોટા અને વીડિયો રેકોર્ડ કર્યા હતા.
આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી એક લાખ રૃપિયાની માંગણી કરી હતી.
ભાગ્યનગર પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ તેની ૧.૨ લાખ રૃપિયાની સોનાની વીંટી પણ છીનવી લીધી હતી અને ભાગી જતા પહેલા ધમકીઓ આપી હતી. ત્યારબાદ યુવકે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથધરી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, એમ તેમણે જણાવ્યું.
પોલીસે બે સ્કૂટર, એક ઓટોરિક્ષા, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ચાર મોબાઈલ ફોન અને ચોરાયેલી સોનાની વીંટી પણ જપ્ત કરી છે.









