ફ્રી મૂવી લિંક પર ક્લિક કરતાં બેંક ખાતામાંથી ચાર લાખ ઉપડી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ ક્લિક કર્યું
સાયબર ફ્રોડસ્ટરોએ મોબાઈલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી ટ્રાન્સઝેક્શન કર્યા
મુંબઈ - વિક્રોલીમાં સોશિયલ મીડિયા પર જાહેરાતમાં આપવામાં આવેલ ફ્રી મૂવી ડાઉનલોડ લિંક પર ક્લિક કરતા જ અજાણ્યા સાયબર ફ્રોડસ્ટરોએ એક શખ્સનો મોબાઈલ હેક કરીને તેની સાથે રુ. ૪ લાખની છેતરપિંડી કરી હતી. પાર્કસાઈટ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, વિક્રોલીના પાર્કસાઈટ વિસ્તારનો રહેવાસી ફરિયાદી થાણેમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ઘટના મુજબ ફરિયાદી સોશિયલ મીડિયા પર મૂવી રિલ્સ જોઈ રહ્યો હતો. ત્યારે તેણે લિંક જોઈ હતી.આમાં મફત મૂવી ડાઉનલોડ ઓફર કરવામાં આવી હતી.
આથી ફરિયાદીએ આ લિંક પર ક્લિક કર્યું હતું. લિંક પર ક્લિક કરતા જ ફરિયાદીનો મોબાઈલ ફોન કથિત રીતે હેક થઈ ગયો અને કામ કરવાનું બંધ કરી દીધું હતું. વારંવાર પ્રયાસ કરવા છતાં ફરિયાદી તેનો મોબાઈલ ફોન ચાલુ કરી શક્યો ન હતો. જો કે, ત્રણ દિવસ બાદ તેણે રિકવરી મોડ દ્વારા પોતાનો ફોન ફોર્મેટ કર્યો હતો અને ફરીથી શરુ કર્યો હતો. ફોન ચાલુ થયા બાદ ફરિયાદીએ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસતા તેમાં ઘણા અનધિકૃત ઓનલાઈન વ્યવહારો થયા હોવાનો ખુલાસો થયો હતો.
ફરિયાદીના બંને બે બેંકખાતાઓમાંથી કુલ ચાર લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનું ભાન થતાં જ ફરિયાદીએ તાત્કાલિક પોતાના બેંક ખાતાઓ બ્લોક કરાવી દીધા હતા અને પાર્કસાઈટ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.









