માજી સાંસદ વિનાયક રાઉત તથા પરિવારને આગતોરા જામીન મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પુત્રવધૂ દ્વારા દાખલ કરાયેલો કેસમાં રાહત
આરોપીઓના નાસી જવાનું જોખમ ઓછું હોવાથી કસ્ટડીમાં પૂછપરછ જરૃરી ન હોવાની નોંધ
થાણે - મહારાષ્ટ્રના થાણેની એક સેશન્સ કોર્ટે ભૂતપૂર્વ સાંસદ અને શિવસેના (યુબીટી) નેતા વિનાયક રાઉત, તેમના પુત્ર ગીતેશ અને પરિવારના ત્રણ અન્ય સભ્યોને ઘરેલુ હિંસા અને કાળા જાદુ વિરોધી કેસના સંદર્ભમાં ધરપકડ પૂર્વે જામીન મંજૂર કર્યા છે.
આ કેસ વિનાયક રાઉતની પુત્રવધૂ અને ગીતેશ રાઉતની પત્ની ગિરિજા રાઉત દ્વારા થાણેના કપુરબાવડી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ પરથી ઉદભવ્યો છે.
ગિરિજાએ પોતાની ફરિયાદમાં ગંભીર શારીરિક અને માનસિક ત્રાસ, વૈવાહિક ગેરવર્તણૂક અને પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણેે મહારાષ્ટ્ર બ્લેક મેજિક વિરોધી કાયદા હેઠળ ગુપ્ત વિધિઓ અને ઉલ્લંઘનોમાં બળજબરીથી સંડોવણીનો પણ આરોપ લગાવ્યો હતો.
શુક્રવારે એડિશનલ સેશન્સ જજ એસપી અગ્રવાલે પૂર્વ સાંસદ, તેમના પુત્ર ગીતેશ અને પત્ની શામલ, એક સુરેખા રાજેશ સરફરે અને રાજેશ નારાયણ સરફરે દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.
ન્યાયાધીશ અગ્રવાલે ધરપકડ પૂર્વે જામીન આપતાં નોંધ્યું હતું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન અંધશ્રદ્ધા ધામક વિધિઓ થઈ હતી, પરંતુ તેણીએ તે ચાર વર્ષમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આરોપો પ્રથમ દ્રષ્ટિએ ૨૦૧૩ ના મહારાષ્ટ્ર બ્લેક મેજિક વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધિત અઘોરી પ્રથાઓની ગંભીર મર્યાદાને પૂર્ણ કરતા નથી, જેમાં ગંભીર શારીરિક હુમલો અથવા શારીરિક નુકસાનનો સમાવેશ થાય છે.
ચાર અરજદારો માટે ન્યાયથી ભાગી જવાનું જોખમ ઓછું હોવાથી કસ્ટડીમાં પૂછપરછ જરૃરી ન હોવાનો ચુકાદો આપતા કોર્ટે આદેશ આપ્યો ક ધરપકડના કિસ્સામાં, પાંચેય અરજદારોને ૨૫,૦૦૦ રૃપિયાના વ્યક્તિગત બોન્ડ અને સમાન રકમના એક કે બે જામીન પર મુક્ત કરવામાં આવે.









