Mumbai

ગોવંડી અને બાંદ્રામાં પાંચ બોગસ ડોક્ટરો ઝડપાયા

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 5 બોગસ ડોકટરો દર્દીઓના જીવ સાથે ચેડાં કરતા ઝડપાયા. ગોવંડીમાં 4 અને બાંદ્રામાં 1 નકલી ડોક્ટર, જેઓ ધો.12 પાસ હતા, તેઓ બનાવટી પ્રમાણપત્રો રજૂ કરતા પકડાયા. પોલીસે 1.19 લાખની દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો જપ્ત કર્યા છે. આ બોગસ ડોકટરો પાસે કોઈ માન્ય ડિગ્રી કે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં નોંધણી નહોતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોવંડી અને બાંદ્રામાં પાંચ બોગસ ડોક્ટરો ઝડપાયા

મુંબઈ  - ધો. ૧૨ પાસ દ્વાર બેધડક દર્દીઓના સારવાર

તપાસ ટીમો સમક્ષ બનાવટી પ્રમાણપત્રો રજૂ કર્યાં ઃ દવાઓ, ઈન્જેક્શન , તબીબી સાધનો જપ્ત

ગોવંડીમાં ચાર અને બાંદ્રામાં એક એમ કુલ પાંચ બોગસ ડોક્ટરો જરુરી લાયકાત વિના તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓનાં જીવન સાથે ચેડાં કરતાં પકડાયા હતા.

 બાંદ્રામાં ૫૬ વર્ષનો મોહમ્મદ ખાન ધો. ૧૨ પાસ હોવા છતાં બેધડક ક્લિનક ચાલુ કરી  દર્દીઓની સારવાર કરતો હતો. મુંબઈ પોલીસ તથા મહાપાલિકાની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે તેણે પહેલાં તો આયુર્વેદ વિદ્યાપીઠના દસ્તાવેજો દર્શાવ્યા હતા. બાદમાં કબૂલી લીધું હતું કે પોતાની પાસે કોઈ તબીબી લાયકાત નથી.

 ગોવંડીમાં  કોઈ લાયકાત વિના પ્રેક્ટિસ કરતા અહમ હાશ્મી, અખિલેશ દુબે ,મોહમ્મદ શેખ, તથા કેશવ પટેલ પકડાયા હતા. તેમાંના કોઈ પાસે માન્ય ડિગ્રી ન હતી. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં તેમની કોઈ નોંધણી પણ ન હતી.

દરમિયાન ગોવંડીના ડો. મહેમુદ આલમ તથા એ. કે. દુબે હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા  હોવાથી તેમને ત્યાં તપાસ કરી તેમને ફક્ત હોમિયોપેથી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા જણાવાયું હતું.

પોલીસે આ નકલી તબીબો પાસેથી ૧.૧૯ લાખની દવાઓ અને તબીબી સામગ્રી જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા સામગ્રીમાં વિવિધ પ્રકારની ઇન્જેક્શન બોટલો, સિરીંજ અને એન્ટિબાયોટિક ગોળીઓ, બ્લડ-પ્રેશર મોનિટર, સ્ટેથોસ્કોપ, બ્લડ-સુગર ટેસ્ટિંગ મશીન, નેબ્યુલાઇઝર ઉપરાંત અન્ય દવાઓ અને તબીબી સામગ્રીનો સમાવેશ થતો હતો.