ભાયંદરનો બહુચચત 'બોટલ નેક' બ્રિજ પર પહેલો અકસ્માત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફોર લેનમાંથી ટુ લેનની વિવાદીત ડિઝાઈનથી
ઝડપથી આવતી કાર ડિવાઇડર સાથે અથડાઈ, જોકે ડ્રાઈવર બચી ગયો
મુંબઈ - ઉદ્ઘાટન પહેલા જ તેની ડિઝાઇનને કારણે વિવાદોમાં ફસાયેલાભાયંદરના વિવાદીત 'બોટલ નેક' બ્રિજ પર પહેલો અકસ્માત થયો છે. શુક્રવારે રાત્રે, એક ફોર વ્હીલર પુલ પરના ડિવાઇડર સાથે અથડાયું હતું. અકસ્માતમાં વાહનને નુકસાન થયું હોવા છતાં, ડ્રાઇવરને કોઈ ઇજા થઈ ન હતી. જો કે, પુલ ખોલ્યાના ૧૫ દિવસ પછી જ આ અકસ્માત થયો, જેના કારણે તેની સલામતી પર ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.
શુક્રવારે રાત્રે આ પુલ પર પહેલો અકસ્માત થયો હતો. એક કાર ઝડપથી આવી રહી હતી અને પુલ પરના ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં વાહનના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની માહિતી મળતા જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનને દૂર કરીને ટ્રાફિકને સામાન્ય બનાવ્યો હતો.
રાતના સમયે વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું કારણ કે ડ્રાઇવરને રસ્તાની જાણ નહોતી. આ એક નાનો અકસ્માત છે અને તેમાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટના હજુ સુધી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી, એમ નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મુકુંદ યાદવે માહિતી આપી.
જોકે, પ્રાથમિક અંદાજ મુજબ આ અકસ્માત ડ્રાઇવરની ભૂલને કારણે થયો હતો અને પોલીસે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા આવાહન કર્યું છે.
વિવાદ શા માટે?
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ ભાયંદરમાં મેટ્રો લાઇન પર ત્રણ ફ્લાયઓવર બનાવ્યા છે. તેમાંથી, દીપક હોસ્પિટલથી રેલવે ફાટક વિસ્તાર સુધીનો ફ્લાયઓવર તેની અનોખી ડિઝાઇનને કારણે સમાચારમાં હતો. ચાર લેનથી શરૃ થતો આ પુલ પાછળથી બે લેનનો બની જાય છે, તેથી તેને સોશિયલ મીડિયા પર 'બોટલ નેક' બ્રિજ તરીકે ઉપનામ આપવામાં આવ્યું હતું. અનેક લોકોએ ભય વ્યક્ત કર્યો હતો કે આ ડિઝાઇનના કારણે અકસ્માતો થવાની શક્યતા પણ છે.
આ સંદર્ભમાં, પુલનું સલામતી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સ્પષ્ટતા કરી હતી કે આ પુલ સંપૂર્ણપણે સલામત છે. ત્યાર બાદ ૨૨ જૂન, ૨૦૨૬ ના રોજ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.




