વસઈમાં હજુ પણ ભારેલો અગ્નિઃ નેતાઓને ગો બેકના નારા સાથે લોકોનો જાકારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાંચ દિવસ પૂરમાં ફસાયેલા રહ્યાનોો ગુસ્સો ઉતર્યો નથી
નાલાસોપારામાં બપોરે ફાટેલું ટ્રાન્સફોર્મર લોકોએ જાતે રિપેર કરાવ્યું, રાતે ભાજપ પ્રમુખ તપાસ માટે આવ્યાં તો ભગાડી દીધાં
મુંબઇ - વસઈમાં ગયાં સપ્તાહે ચારથી પાંચ દિવસ સુધી સતત જળબંબાકાર પરિસ્થિતિ અને વીજળી વિના પારાવાર હાલાકી વેઠનારા લોકોમાં તે સમયે ગાયબ રહેલા જનપ્રતિનિધિઓ સામેનો રોષ હજુ પણ યથાવત છે. હવે સોસાયટીઓમાં જઈ રહેલા કોર્પોરેટરોને લોકો પૂર, વીજળી વિના અંધારા વખતે તમે ક્યાં હતા તેમ કહી રવાના કરી રહ્યા છે.
રવિવારે બપોરે નાલાસોપારા-વેસ્ટના વોર્ડ નંબર ૧૫ માં આવેલા રાજમાતા નગરમાં મહાવિતરણનું ટ્રાન્સફોર્મર ફાટવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોતે મહાવિતરણનો સંપર્ક કરીને ટ્રાન્સફોર્મરનું સમારકામ કરાવ્યું હતું. ત્યારબાદ રાત્રે સાડા નવ વાગ્યે વીજ પુરવઠો ફરી શરૃ થયો હતો.
વીજળી આવ્યા પછી, સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના વસઈ વિરાર જિલ્લા પ્રમુખ પ્રજ્ઞાા પાટીલ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા હતા. તે સમયે પાટીલે પોતાના કપડા પર ભાજપનો કમળનો લોગો લગાવી દીધો હતો. જેના કારણે સ્થાનિક નાગરિકો ખૂબ ગુસ્સે થયા હતા.
અમે આટલા લાંબા સમય સુધી પૂરના પાણીમાં ફસાયેલા રહ્યા હતા. અમે વીજળી વિના અંધારામાં હતા. પછી નાગરિકોએ પૂછયું કે તમે ક્યાં ગયા હતા. બપોરે ટ્રાન્સફોર્મર ફાટયા પછી જ્યારે પાટીલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે મુંબઈમાં હતી. પછી અમે જાતે જ તેનું સમારકામ કરાવ્યું, હવે શું જરૃર છે, એક મહિલાએ કહ્યું હતું. આ સમયે ગુસ્સે ભરાયેલા નાગરિકોએ 'પાછા જાઓ' 'પાછા જાઓ' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવાર પણ વસઈના સાંઈ નગરમાં ટ્રેક્ટર પર આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવા ગયેલા ભાજપ કોર્પોરેટર નિમ્મી દોશીને લોકોએ પાછા મોકલી દીધા હતા. તેમણે ટ્રેક્ટર પર ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો.




