Mumbai

વસતી ગણતરીમાં ગેરહાજર 2 કર્મચારીઓ સામે એફઆઈઆર

By GS Team
21 May 20261 min read
વસતી ગણતરીમાં ગેરહાજર 2 કર્મચારીઓ સામે એફઆઈઆર

સ્કૂલના ક્લાર્ક તથા કમ્પાઉન્ડરને ઘરે ઘરે વસતી  ગણતરીની કામગીરી સોંપાઈ હતી

મુંબઈ  -   બદલાપુરમાં  વસતી  ગણતરીનું કામ સોંપવામાં આવેલા બે સરકારી કર્મચારીઓ સામે ફરજમાં બેદરકારી દાખવવા બદલ પોલીસે એફઆઈઆર નોંધી છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

 તેમણે કહ્યું  હતું કે  બદલાપુરની સ્કૂલના ક્લાર્કને સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.જ્યારે બીજો આરોપી  કુલગાંવ-બદલાપુર મ્યુનિસિપલ કાઉન્સિલ ઓફિસ સાથે જોડાયેલ કમ્પાઉન્ડર છે. તેમને ૨૦૨૭ની વસતી ગણતરી માટે ઘર-યાદીની કામગીરી હાથ ધરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. .

   બદલાપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે  આ બંને નિયુક્ત કાર્યાલયમાં રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા વારંવાર સંપર્ક કર્યા પછી પણ તેમણે  સોંપાયેલ કાર્યો શરૃ કરવાનો ઇનકાર કર્યો અને રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં ભાગ લેવામાં સંપૂર્ણ અરુચિ દર્શાવી હતી.

    વસ્તી ગણતરી કામગીરીનું નિરીક્ષણ કરતા એક  પાલિકા અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે  પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩  (જાહેર સેવક દ્વારા  આદેશનો અનાદર) અને વસ્તી ગણતરી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ બંને સામે કેસ નોંધ્યો હતો.