Mumbai

રાજ્યની ૨૫૦ સ્કૂલો નજીકનાં ફૂડ સ્ટોલ્સ પર એફડીએના દરોડા

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં FDA દ્વારા ૨૫૦ સ્કૂલોની આસપાસના ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા વિશેષ ઝુંબેશ ચલાવાઈ. મુંબઈ, પુણે સહિતના શહેરોમાં હાઈ કેલરી ફૂડ, તળેલા નાસ્તા અને સુગર ડ્રિન્ક્સ વેચતા 132 એકમો સામે દંડ સહિતના કડક પગલાં લેવાયા. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને અન્નસુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા આ કાર્યવાહી કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યની ૨૫૦  સ્કૂલો નજીકનાં ફૂડ સ્ટોલ્સ પર એફડીએના દરોડા

મુંબઈ, થાણે, પુણે સહિતના શહેરમાં ટીમો ત્રાટકી

હાઈ કેલેરી ફૂડ, તળેલા નાસ્તા, સુગર ધરાવતાં ડ્રિક્સ સહિતનાં વેચાણ સામે કાર્યવાહી ઃ ૧૩૮ એકમો સામે દંડ સહિતનાં પગલાં

મુંબઈ - મહારાષ્ટ્રમાં  સ્કૂલોની આસપાસ વેચાતા ખાદ્યપદાર્થોેની ગુણવત્તા અને સલામતીની તપાસ માટે અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ) દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યની ૨૫૦ સ્કૂલોની તપાસ કરવામાં આવી હતી. સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેચવામાં આવતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ અન્નસુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા ખાદ્યપદાર્થોના સ્ટોલ અને અન્ય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસ  દરમિયાન કુલ ૧૩૨ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે કે તપાસવામાં આવેલી ૨૫૦ સ્કૂલોની આસપાસના ખાદ્યપદાર્થ વેચતા કેન્દ્રોમાંથી મોટી સંખ્યામાં નિયમભંગ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના આરોગ્ય અને તેમને આપવામાં આવતા ખાદ્યપદાર્થોની સલામતીને ધ્યાનમાં રાખીને એફડીએ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્કૂલોની આસપાસ વેચાતા ખાદ્યપદાર્થો સ્વચ્છ અને સુરક્ષિત હોવા જરૃરી છે, તે બાબતને આ ઝુંબેશમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

એક અહેવાલ મુજબ, આ કાર્યવાહી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી અને આ ઝુંબેશ માત્ર મુંબઈ પૂરતી મર્યાદિત નહોતી. મુંબઈ, પુણે સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આવેલી સ્કૂલોની આસપાસના ખાદ્યપદાર્થના સ્ટોલ અને આસ્થાપનોની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ૨૫૦ સ્કૂલોની તપાસ અને ૧૩૨ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો મહત્વપૂર્ણ આંકડો સામે આવ્યો છે.

આ ઝુંબેશમાં સૌથી વધુ કોંકણમાં ૧૧૦ સ્કૂલોની આસપાસના ખાદ્યપદાર્થના સ્ટોલની તપાસ કરવામાં આવી. જેમાંના ૪૨ સ્ટોલ્સ સામે કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ પુણેમાં ૬૫ સ્કૂલોની તપાસ કરાતાં ૨૫ એકમો સામે કાર્યવાહી થઈ હતી. તો બે સ્ટોલ્સ બંધ કરવામાં આવ્યા. નાસિકમાં ૨૪ સ્ટોલ્સની તપાસમાંથી ૧૧નો વ્યવસાય બંધ કરાવાયો તો એકનું લાઈસન્સ રદ્દ કરાયું. જ્યારે મુંબઈમાં ૧૧ સ્ટોલ્સની તપાસ કરવામાં આવી. તેમાંથી ત્રણ સ્ટોલ્સમાં નિયમભંગ થતો જણાયો અને તેમાંય એકનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યાની માહિતી મળી છે.