સસરાએ જમાઈને 4 લાખનાં ચાંદીનાં કોલ્હાપુર ચંપલ ગિફ્ટ કર્યાં

સોના-ચાંદીના વધતા ભાવો વચ્ચે અનોખી ગિફ્ટ
શુદ્ધ ચાંદીનાં કોલ્હાપુરી ચંપલ બનાવવામાં દોઢ કિલો ચાંદી વપરાઈ
મુંબઇ - સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
છે ત્યારે બીજી બાજુ એક હોંશીલા સસરાએ પોતાના
જમાઇ માટે શુદ્ધ ચાંદીના કોલ્હાપુરી ચંપલ તૈયાર કરાવ્યા છે.
કોલ્હાપુર-સાંગલી માર્ગ પર આવેલા
એક ગામના ધનાઢય રહેવાસીએ પોતાની લાડકી દીકરીના પતિને કોઇ આનોખી ભેટ આપવાનું નક્કી
કર્યું. આ વ્યક્તિઅ એક જ્વેલર્સને ચાંજીનાં ચંપલ બનાવવા ઓર્ડર આપ્યો હતો. આ જ્વેલર્સે આ કામ કોલ્હાપુરના ચાંદીના એક જાણીતા
કારીગરને સોંપ્યું હતું.
કોલ્હાપુરના કલાકારે સતત આઠ દિવસ જહેમત ઉઠાવીને ચાંદીના ચળકતા અફલાતૂન
કોલ્હાપુરી ચંપલ તૈયાર કરી આપ્યાં હતાં. આ
ચંપલ બનાવવામાં દોઢ કિલો ચાંદી વાપરવામાં
આવી છે, અને આ ચાંદીના ચંપલની કિંમત ચાર
લાખ રૃપિયા આંકવામાં આવી છે. કોલ્હાપુરી
ચંપલ તૈયાર કરવા માટે ૨૨ હજાર રુપિયા મેકિંગ ચાર્જ અપાયો હોવાનું કહેવાય છે.




