Mumbai

સોલાપુરમાં 3 સંતાનોને ઝેર પીવડાવી પિતાની આત્મહત્યા

By GS Team
3 Apr 20262 mins read
સોલાપુરમાં 3 સંતાનોને ઝેર પીવડાવી પિતાની આત્મહત્યા

ઘરેલુ કંકાસના કારણે સિક્યુરિટી ગાર્ડનું કૃત્ય

ઝઘડા બાદ પિયર જતી રહેલી પત્નીએ  પાછા ફરવા ઈન્કાર કરતાં  પગલુંઃ ૩ બાળકો  હોસ્પિટલમાં 

મુંબઈ -        મહારાષ્ટ્રના સોલાપુરમાં  ૩૪ વર્ષીય સિક્યુરિટીગાર્ડે  તેના ત્રણ બાળકોને  ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હોવાનું  પોલીસે  જણાવ્યું હતું.પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને કારણે આ ઘટના બની હતી. 

    આ બનાવ બુધવારે બપોરે જિલ્લાના તિર્હે ગામમાં બની હતી.બાળકોને ગંભીર હાલતમાં સોલાપુરની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

    મૃતક ભીમા  વાઘમારે એક સિમેન્ટ કંપનીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો.આરોપી ભીમા અને તેની પત્ની છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલું અને પારિવારિક બાબતોમાં ઝઘડો કરી રહ્યા હતા.આ ઝઘડાને કારણે પત્ની તેની માતાના ઘરે જતી રહી હતી. સંબંધીઓએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ તેના સાસરિયામાં પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો.  

         અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો મુજબ વાઘમારે તેના બાળકોને વળસંગ  નજીક  એક ખેતરમાં લઈ ગયો હતો.જ્યાં તેણે કથિત રીતે તેમને ઝેર આપ્યું હતું. પછી પોતે ઝેર ગટગટાવી ગયો હતો. 

     ઝેર પીધા બાદ ભીમા વાઘમારેનું મૃત્યુ થયું હતું. બાળકોને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના જીવ બચી ગયા હતા. હાલમાં ત્રણ બાળકોની હાલત ગંભીર છે  અને  સોલાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાથી તેમના સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો  હતો.