પેડ્ડી ફિલ્મમાં જાહ્નવીનાં અશ્લીલ ચિત્રણથી ચાહકો નારાજ

ફિલ્મમાં
જાહ્નવીનાં પાત્રનું કોઈ મહત્વ જ નથી
હિન્દી
બેલ્ટમાં ફિલ્મ ફલોપ, રાષ્ટ્રીય હિરો બનવાનાં
રામચરણનાં ખ્વાબ પર પાણી
મુંબઇ -
રામ ચરણ અને જાહ્નવી કપૂરની 'પેડ્ડી'
ફિલ્મ રીલિઝ થયા બાદ જાહ્વવીનો લૂક જોઈ દર્શકો બળાપો કાઢી રહ્યો છે.
દર્શકોની ફરિયાદ છે કે જાહ્નવીને બહુ ભદ્દી અને અશ્લીલ રીતે દર્શાવાઈ છે. ફિલ્મમાં
તેનાં પાત્રનું કોઈ ખાસ મહત્વ પણ નથી.
આ
ફિલ્મ દ્વારા રામચરણને પોતે રાષ્ટ્રીય સ્તરે હિરો તરીકે છવાઈ જશે તેવી અપેક્ષા
હતી. પરંતુ, સમગ્ર ઉત્તર ભારતમાં ફિલ્મ પહેલા
જ દિવસે ફલોપ થઈ ગઈ હતી. ટિકિટબારી પર કાગડા ઉડતા જોવા મળ્યા હતા અને થિયેટર
ઓક્યુપેન્સી માંડ ૧૦થી ૧૨ ટકા રહી હતી. ફિલ્મ માત્ર તેલુગુ સર્કિટમાં જ ચાલી
હોવાનું કહેવાય છે.
ફિલ્મમાં
જાહ્નવીને કોઈ ચીજવસ્તુની જેમ રજૂ કરવામાં આવી છે.માત્ર ને માત્ર તેના દૈહિક
સૌંદર્ય પર જ કેમેરો ફોક્સ કરાયો છે. જાહ્વવીએ આવો રોલ શા માટે સ્વીકાર્યો તે અંગે
પણ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોએ સેન્સર બોર્ડની નજરમાંથી આ દ્રશ્યો
કેમ નીકળી ગયાં તેવો પણ સવાલ કર્યો છે.
ઉલ્લેખનીય
છે કે અગાઉ ચર્ચા મુજબ જાહ્નવીને આ ફિલ્મમાં બહુ મોટા અને દમદાર રોલનું વચન અપાયું
હતું. પરંતુ, રીલિઝ પહેલાં જ ફિલ્મના વર્ઝનને જોઈ જાહ્નવી ભારે નારાજ થઈ હતી. તેણે ફિલ્મના પ્રમોશનમાં પણ
ભાગ લેવા ઈનકાર કરી દીધો હતો. જોકે, નિર્માતાએ કરારનો અમલ
કરવા આગ્રહ રાખતાં જાહ્વની પ્રમોશન માટે તૈયાર થઈ હતી.




