સંચિતાને માનસિક રીતે ટોર્ચર કરાતી હોવાના પરિવારના આરોપો

સહકલાકારો
કે પરિચિતો દ્વારા જ સતામણી થતી હતી
સંચિતાએ
પરિવારને ક્યારેય કશું જણાવ્યું ન હતુ ઃ ક્યારેક ક્યારેક અચાનક ઉદાસ થઈ જતી હતી
મુંબઈ -
ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેના આપઘાતના કેસમાં રહસ્ય ઘેરાયું છે. મંગળવારે
તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે સંચિતાને હેરાન કરવામાં આવી રહી હતી. પરિવારે આ
મામલાની સંપૂર્ણ તપાસની માગણી પણ કરી છે. સંચિતાની આત્મહત્યાના કારણે તેના
મિત્રોથી લઈને પરિવારજનો ભારે આઘાત લાગ્યો છે.
૨૨
વર્ષીય ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ રવિવારે સાંજે નાલાસોપારા સ્થિત પોતાના ઘરે
ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી કારણ કે તેણે
આત્મહત્યા કરતા પહેલા કોઈ નોંધ લખી ન હતી. સોમવારે, સંચિતાના પિતરાઈ ભાઈ આકાશ ઉગલેએ સંચિતાનો પ્રોફાઈલ ફોટો ધરાવતી એક ઈન્સ્ટાગ્રામ
આઈડી પરથી સુશાંત સિંહ રાજપૂતને અંજલિ આપતી પોસ્ટ થઈ હતી અને આજે ફરી ૧૪ જૂન છે
તેવું લખાણ મૂકાયું હતું તે સંદર્ભમાં સંચિતાના આપઘાતને સુશાંત કેસ સાથે સંબંધ
હોવાનો આરોપ કર્યો હતો.
હવે
સંચિતાના પિતા સહિતના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે તેને ટોર્ચર કરવામાં આવતી હતી.
તેનાં કાકીએ કહ્યું છે કે તેના સહ-કલાકારો અથવા પરિચિતોમાંથી કોઈ તેને માનસિક રીતે
હેરાન કરી રહ્યું હતું. તે પહેલા હતાશ રહેતી હતી. પરંતુ, તેણે અમને ખુલ્લીને
કંઈ કહ્યું નહીં. તેણે દાવો કર્યો હતો કે સંપૂર્ણ તપાસ દ્વારા સત્ય બહાર આવશે.
સંચિતા ઉપરથી ખુશ દેખાતી હતી, પણ તે અચાનક ઉદાસ થઈ જતી હતી.
રવિવારે, તે અડધા કલાક સુધી ઘરે એકલી હતી અને ત્યાર આ બનાવ
બન્યો હતો, એમ તેના પિતા મચ્છિન્દ્ર ઉગલેએ જણાવ્યું હતું.
સાઇકોલોજિસ્ટ
સાથેની ચેટ વાયરલઃ કોઈ અજ્ઞાાત ભય સતાવતો હતો, ભવિષ્યની ચિંતા હતી
મુંબઈ, તા. ૧૬
સંચિતા
કેટલાક સમયથી સાઈકિયાટ્રિસ્ટની સારવાર મેળવી રહી
હોવાનું તેના કેટલાક સહકલાકારોએ જણાવ્યું છે. બીજી તરફ સંચિતા તથા તેના સાઈકોલોજિસ્ટની
મનાતી એક વ્હોટસ એપ ચેટ પણ વાયરલ થઈ છે. તેમાં સંચિતા એવી ફરિયાદ કરતી હોવાનું કહેવાય
છે કે તેેને લાંબા સમયથી કશુંક ખોટુું થવાનો
અંદેશો થઈ રહ્યો છે. તેને કોઈ અજ્ઞાાત ભય સતાવી રહ્યો છે. તે પોતાના ભવિષ્ય વિશે પણ
બહુ ચિંતામાં છે. તેણે સ્વીકાર્યું હતું કે કેટલાક સમયથી તે પ્રોફેશનલ ફ્રન્ટ પર ધ્યાન
આપી શકતી નથી અને સેટ પર ડાયલોગ પણ ભૂલી જાય છે.
જોકે, આ ચેટની સત્યતાની
પુષ્ટિ થઈ શકી નથી. આ ચેટ અનેે સંચિતાના આપઘાતને કોઈ સંબંધ હોવાની પુષ્ટિ પણ થઈ
નથી.
જાણવા મળ્યા મુજબ પોલીસ જુદા જુદા એન્ગલથી તપાસ કરી
રહી છે. સંચિતાના મોબાઈલના કોલ રેકોર્ડસ તથા
ચેટ્સ પણ તપાસવામાં આવી રહ્યાં હોવાનું કહેવાય છે.




