Mumbai

સાયબર છેતરપિંડી સાથે જોડાયેલા બોગસ બેન્ક ખાતાના રેકેટનો પર્દાફાશ, બેની ધરપકડ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસે ઓનલાઈન ટાસ્ક દ્વારા ઉંચા વળતરની લાલચ આપી 7.42 કરોડની સાયબર છેતરપિંડી કરતા મ્યુલ બેંક એકાઉન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસમાં અવિનાશ ખરાત અને વિકાસ ભુજબળની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ અનેક બેંક ખાતા ખોલાવી છેતરપિંડીની રકમ તેમાં જમા કરાવી હતી, જે દેશભરના 42 કેસોમાં ઉપયોગમાં લેવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર છેતરપિંડી સાથે જોડાયેલા બોગસ બેન્ક ખાતાના રેકેટનો પર્દાફાશ, બેની ધરપકડ

ટેલિગ્રામ  દ્વારા ઓનલાઈન ટાસ્ક  પૂર્ણ કરવા માટે ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી

મુંબઈ -       મુંબઈ પોલીસે  મ્યુલ બેન્ક એકાઉન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે.  દેશભરમાં ૪૨ કેસોમાં ૭.૪૨ કરોડ રૃપિયાથી વધુની સાયબર છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓની ઓળખ કર્યા બાદ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

 ખાર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલા એક કેસની તપાસ દરમિયાન આ રેકેટ પ્રકાશમાં આવ્યું હતું. ફરિયાદીનો ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ટાસ્ક  પૂર્ણ કરવા માટે ઊંચા વળતરનું વચન આપવામાં આવ્યું હતું.

   અધિકારીએ જણાવ્યું હતું કે  ફરિયાદીને  ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં રૃ. ચાર  લાખ  જમા કરવાનું કહેવામાં આવ્યું  હતું. પરંતુ તેને વળતર કે રોકાણ કરેલી રકમ પરત આપવામાં આવી નહોતી. આમ તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

   તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ અને સાયબર કોઓડનેશન પોર્ટલ દ્વારા મેળવેલા ટેકનિકલ વિશ્લેેષણ અને ડેટાથી આ સાયબર ફ્રોડમાં  અવિનાશ બાબાસાહેબ ખરાત અને વિકાસ ગજાનન ભુજબળની કથિત સંડોવણી બહાર આવી હતી.

   તેમણે જણાવ્યું  હતું કે આરોપીઓએ કથિત રીતે પોતાના નામે અને અન્ય વ્યક્તિઓના નામે બેંકમાં  ખાતા ખોલાવ્યા હતા.  ત્યારબાદ છેતરપિંડીની રકમ જમા કરવા માટે આ ખાતાઓ  સાયબર છેતરપિંડી કરનારા આરોપીઓને સોંપી દીધા હતા.

   પોલીસે  તપાસ દરમિયાન બાવીસ  બેંક ખાતાઓની માહિતી મેળવી લીધી હતી. એમાંથી ૧૩ એકાઉન્ટ ખરાત અને નવ ભુજબળના નામે છે, એમ અધિકારીએ કહ્યું  હતું.   

    સાયબર છેતરપિંડી દ્વારા  મેળવેલા પૈસાનો વ્યવહાર  મોટા પ્રમાણમાં આ બંને સાથે જોડાયેલા ખાતાઓમાં  કરવામાં આવ્યો હતો.