એક્સપાયરી ડેટનાં ફ્રુટી, એપ્પી ફિઝનો એક લાખનો જથ્થો જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાર્લે એગ્રોના વેર હાઉસમાં તપાસ
એક્સપાયરી ડેટનો જથ્થો સાચવી રાખવાનાં કારણો સહિતની બાબતોની તપાસ
મુંબઈ - એફડીએ દ્વારા મુંબઈમાં પાર્લે એગ્રોના વેરહાઉસ પર એફડીએની રાત્રિ કાર્યવાહી દરમિયાન આશરે રૃ. એક લાખની કિંમતનો મુદતવીતી ગયેલી ફ્ટી અને એપ્પી ફિઝનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચ્યો છે. એફડીએની ટીમે સમગ્ર જથ્થો જપ્ત કરી આગળની તપાસ શરૃ કરી છે.
તપાસ દરમિયાન વેરહાઉસમાં રાખવામાં આવેલા પીણાંના સ્ટોકની એક્સપાયર ડેટ , સંગ્રહ અને વિતરણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. મુદત પૂર્ણ થયા બાદ આવા પીણાંનું વેચાણ કે વિતરણ કરવું ખાદ્ય સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાય છે. એફડીએએ આ જથ્થો ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં જ કબજે કરી લીધો હતો.
હવે એફડીએ દ્વારા જપ્ત કરાયેલા સ્ટોકના દસ્તાવેજો અને અન્ય વિગતોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. મુદતવીતીગયેલા પ્રોડક્ટ વેરહાઉસમાં શા માટે રાખવામાં આવ્યા હતા અને તેનો માર્કેટમાં પુરવઠો થવાનો હતો કે નહીં, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિતો સામે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. ફ્ટી અને એપ્પી ફિઝ જેવા લોકપ્રિય પીણાંનો વ્યાપક વપરાશ થતો હોવાથી મુદતવીતી ગયેલા પ્રોડક્ટનો જથ્થો મળી આવવાની ઘટનાએ ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.









