Mumbai

અમુક બાબતે જ સમાનતા ન ચાલે, પત્ની પણ ઘરખર્ચમાં અડધો હિસ્સો આપેઃ હાઈકોર્ટ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે જો પતિ-પત્ની બંને કમાતા હોય અને ચોક્કસ લાઈફસ્ટાઈલ જોઈતી હોય, તો બંનેએ ઘરખર્ચ અને સંતાનના શિક્ષણખર્ચમાં સમાન ફાળો આપવો જોઈએ. હાઈકોર્ટે અલગ રહેતી પત્ની અને સગીર પુત્ર માટે પતિની માસિક ભરણપોષણની રકમ 50,000 થી ઘટાડીને 25,000 કરવાની અરજી મંજૂર કરી. કોર્ટે નોંધ્યું કે પતિ બિહારમાં રહે છે અને અંધેરી-પનવેલના ઘરનો EMI ભરે છે, જ્યારે પત્ની ફાળો આપતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમુક બાબતે જ સમાનતા ન ચાલે, પત્ની પણ ઘરખર્ચમાં અડધો હિસ્સો આપેઃ હાઈકોર્ટ

 પત્ની પણ કમાતી હોય અને તેણે ખાસ લાઈફસ્ટાઈલ જોઈતી હોય તો પત્નીને ઘરખર્ચ તથા સંતાનના શિક્ષણખર્ચમાં મદદ કરવી જોઈએ

મુંબઈ -  પોતાની મરજી પડે તે રીતે સમાનતાનો દાવો કરી શકાય નહીં. પતિ-પત્ની બંને કમાતાં હોય તો એક ચોક્કસ લાઈફસ્ટાઈલ જાળવવા માટે પતિ-પત્નીએ બંનેએ ઘર ચલાવવામાં તથા બાળકોનાં શિક્ષણના ખર્ચમાં સમાન ફાળો આપવો જોઈએ એમ  બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે.

હાઈકોર્ટે અલગ રહેતી પત્ની તથા સગીર પુત્ર માટે માસિક ભરણપોષણની રકમ ઘટાડવાની પતિની અરજીને મંજૂર ઠેરવતી વખતે આ નિરીક્ષણ કર્યું  હતું.

ન્યાયાધીશ એમએમ સાઠેની સિંગલ બેન્ચે ગયા અઠવાડિયે આપેલા આદેશમાં, જાન્યુઆરી ૨૦૨૫માં ફેમિલી કોર્ટના  મહિને ૫૦ હજાર રુપિયાના  ભરમપોષણના આદેશને રદ કરી આ રકમ ઘટાડીને  પચ્ચીસ હજાર કરી હતી.

અદાલતે નોંધ્યું હતું કે પતિ પોતે બિહારમાં રહે છે. તેની પત્ની તથા પુત્ર અંધેરીમાં રહે છે જ્યારે તેનું એક ઘર પનવેલમાં છે અને તે અંધેરી તથા પનવેલ બંને મકાનોનો ઈએમઆઈ ભરી રહ્યો છે. જ્યારે પત્ની ઈએમઆઈ ભરવામાં કોઈ હિસ્સો આપતી નથી.

પતિએ  પત્નીને વિનંતી કરી હતી કે કાં તો તે તેની સાથે બિહારમાં રહે અથવા ઓછામાં ઓછું પનવેલના ઘરમાં શિફ્ટ થઈ જાય જેથી તે અંધેરીનું ઘર વેચીને પોતાનો આથક બોજ ઓછો કરી શકે. જોકે, પત્નીએ ના પાડી હતી.કોર્ટે કહ્યું કે પતિએ કરેલી વિનંતીમાં કશું ખોટું નથી.

વૈવાહિક વિવાદમાં, જો પત્ની ઈએમઆઈ ચૂકવ્યા વિના અથવા પોતાના ખિસ્સામાંથી ફાળો આપ્યા વિના અંધેરી જેવા પ્રીમિયમ સ્થળે રહેવાની લક્ઝરીની અપેક્ષા રાખે છે, તો પહેલાથી જ સંપૂર્ણ ઈએમઆઈ ચૂકવી રહેલા પતિ પણ ભરણપોષણની રકમમાં આ કારણોસર ઘટાડો કરે તે અપેક્ષિત છે એમ અદાલતે કહ્યું હતું.

જ્યારે પતિ-પત્ની બંને કમાતા હોય અને ઇચ્છતા હોય કે તેમના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે, ત્યારે બંન સમાન રીતે તેનો ખર્ચ વેઠે તે અપેક્ષિત છે.