બીએેમસીના ૭૯ કોર્પોરેટરોની ચૂંટણીને કોર્ટમાં પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શિવસેના (યુબીટી)ના નાગરસેવકો સામે સૌથી વધુ અરજી
ખોટા જાતિ પ્રમાણપત્ર, સંપત્તિની અધૂરી માહિતી તથા ગુનાહિત રેકોર્ડને આધારે કરાયેલી અરજીઓ
મુંબઈ - મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૭૯ કોર્પોરેટરોની ચૂંટણીને કોર્ટમાં પડકારવામાં આવી છે. તેમાં સૌથી વધારે ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોની ચૂંટણીને પડકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે ેક ઠાકરે જૂથના નેતા વિશાખા રાઉત ખુદ જાતિ પ્રમાણપત્ર અયોગ્ય ઠરતાં કોર્પોરેટર પદ ગુમાવી ચૂક્યાં છે. ગત ચૂંટણી બાદ ઠાકરે પરિવારનાં અઢી દાયકાનાં શાસનો અંત આવ્યો હતો અને દાયકાઓ બાદ પહેલીવાર ભાજપના મેયર ચૂંટાયા હતા.
ગત ચૂંટણી બાદ અત્યાર સુધીમાં પાંચ કોર્પોરેટરોના પદ રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિજેતા કોર્પોેરેટરો પર ઉમેદવારીપત્ર ભરતી વખતે ખોટા અને ખોટા જાતિ પ્રમાણપત્રો રજૂ કરવાનો, તેમની સંપત્તિ વિશેની માહિતી છુપાવવાનો અને તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ છુપાવવાનો આરોપ છે. તેથી, સંબંધિત ઉમેદવારો સામે ચૂંટણી લડનારા ઉમેદવારોએ તેમના કોર્પોેરેટર પદ રદ કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી છે.
અરજીઓ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવેલા ૨૨ કોર્પોેરેટરોમાંથી સૌથી વધુ ૨૨ કોર્પોેરેટરો ઠાકરેની શિવસેનાના છે. ત્યારબાદ, ભાજપના ૧૬ કોર્પોેરેટરો અને શિંદેની શિવસેનાના ૭ કોર્પોરેટરો છે. કોંગ્રેસના ૧૦ કોર્પોરેટરો,એમઆઈએમના ૩ કોર્પોરેટરો અને મનસેના બે કોર્પોરેટરો સામે પણ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે.
આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પડકારવામાં આવેલી ચૂંટણી અરજીઓ વિશે વિગતવાર માહિતી માંગી હતી. આ ચૂંટણી અરજીઓએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે અને સમગ્ર રાજકીય વર્તુળે આગામી કોર્ટ સુનાવણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નોંધનીય છે કે, ઠાકરેની શિવસેનાને આમાં સૌથી મોટો ફટકો પડવાનો છે. કારણ કે, શિંદેની શિવસેનાના ઉમેદવારો ઘણી જગ્યાએ બીજા સ્થાને છે.
કયા પક્ષના કેટલા કોર્પોરેટરોની ચૂંટણીને પડકાર
શિવસેના ઠાકરે જૂથ- ૨૨
શિવસેના શિંદે જૂથ- ૭
ભાજપ- ૧૬
મનસે- ૨
કોંગ્રેસ- ૧૦
એમઆઈએમ- ૩
મહાપાલિકામાં પક્ષની સત્તા
ભાજપ- ૮૯
શિવસેના (શિંદે)- ૨૯
શિવસેના (ઠાકરે)- ૬૫
કોંગ્રેસ-૨૪
એનસીપી (અજિત પવાર)- ૩
એમએનએસ-૬
એનસીપી (શરદ પવાર)-૧
એઆઈએમઆઈએમ-૮




