ઓનલાઈન પેન્શન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરી રહેલા વૃધ્ધ સાથે રૃ.પાંચ લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુગલ સર્ચ દ્વારા મળેલી વેબસાઇટ પર પોતાની વિગતો ભરી હતી
મુંબઈ - નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નૌપાડાના પાચપખાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધએ ૧૦ જૂનના રોજ પેન્શન કાર્ડ મેળવવા માટે ગુગલ સર્ચ દ્વારા મળેલી વેબસાઇટ પર પોતાની વિગતો ભરી હતી.
ત્યારબાદ થોડા સમય પછી એક વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો. સાયબર ઠગે તેમને ચોક્કસ નંબરો ડાયલ કરવા કહ્યું અને તેના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા તેના ખાતામાંથી રૃ.પાંચ લાખ ઉપાડી લીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વૃધ્ધને ખબર પડી કે કંઈક ખોટું થયું છે. ત્યારે તેમણે પેન્શન કાર્ડ મેળવવાની પ્રક્રિયા રદ કરવા માટે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. બીજા આરોપીએ ફરિયાદીને પાછો ફોન કર્યો અને વધુ પ્રક્રિયા ચાલુ રાખવા દબાણ કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
આ રેકેટમાં ડિજિટલ ફૂટપ્રિન્ટ, બેંક ખાતાની વિગતો અને ફોન નંબરો શોધવાના પ્રયાસો ચાલુ છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ ઉમેર્યું હતું.









