Mumbai

નસરાપુરમાં 3 વર્ષની બાળકીના રેપ, હત્યાનો વૃદ્ધ આરોપી દોષિત જાહેર

By GS Team
25 Jun 20262 mins read
TukuTouch Logo
પુણેના નાસરપુર ગામમાં 65 વર્ષીય ભીમરાવ કાંબળેને 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવાયા છે. વિશેષ કોર્ટે આરોપીને પૂછ્યું કે, "તેં જે કર્યું છે તે યાદ કર અને તારા અંતરાત્માને પૂછ, તને ફાંસી થવી જોઈએ કે જન્મટીપ?" કોર્ટ 29 જૂને સજા સંભળાવશે. સરકારી વકીલે મૃત્યુદંડની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નસરાપુરમાં 3 વર્ષની બાળકીના રેપ, હત્યાનો  વૃદ્ધ  આરોપી  દોષિત જાહેર

વર્ષીય ભીમરાવને ૨૯મીએ સજા સંભળાવાશે ૬૫

તે જે કર્યું છે તે યાદ કર અને તારા અંતરાત્માને પૂછ, તને ફાંસી થવી જોઈએ કે જન્મટીપઃ કોર્ટનો આરોપીને સવાલ

મુંબઈ -  પુણેના નાસરપુર ગામમાં ગયા મહિને ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરવાના કેસમાં ૬૫ વર્ષના આરોપીને વિશેષ કોર્ટે કસૂરવાર જાહેર કર્યો છે. તેની સજા ૨૯ જૂને સંભળાવવામાં આવશે.

એડિશનલ સેશન્સ જજ (વિશેષ જજ) એસ. આર. સાળુંખેએ આરોપી ભીમરાવ કાંબળેને અપહરણ, બળાત્કાર અને હત્યાનપા ગુનામા ંકસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને સવાલ કર્યો હતો કે 'તે જે કર્યું છે એ યાદ કર અને તારા અંતરઆત્માને પૂછ.. તને કઈ સજા થવી જોઈએ? ફાંસી કે જન્મટીપ?'

ફરિયાદી પક્ષે તમામ આરોપ પુરવાર કર્યા હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આરોપીએ ગુનો નકારીને જણાવ્યું હતું કે પોતે લપસી જતાં ઈજા થઈ હતી અને બાળકીને માથામાં લાગવાથી રડતી હતી. જોકે પુરાવા તેની વિરુદ્ધ હતા, અમે સરકારી વકિલે અજય મિસરે પત્રકારોને જણાવ્યું હતું.

આ કેસ જવલ્લે બનતા કેસમાં અવાતો હોવાની દલીલ સાથે સુપ્રીમ કોર્ટના ૧૨ ચુકાદા ટાંકવામાં આવ્યા હતા.  બાળકીની વય અને ૩૯ મિનિટ સુધી જાતીય હુમલાની વિગત કોર્ટને જણાવી હતી. પોસ્ટમોર્ટમ અહેવાલમાં ૧૮ ઈજા નોંધાઈ હતી. બળાત્કાર,ગુદા અને મુખ મૈથુન કરવામાં આવ્યા હતા. બાળકીના હાથ અને ગળા પર આરોપીનું વીર્ય મળ્યું હતું.

સીસીટીવી ફૂટેજ, ડીએનએ પ્રોફાઈલ, મેડિકલ પુરાવા, જાતીય  ક્ષમતાનો ટેસ્ટ  વગેરે યોગ્ય રીતે પુરવાર થયા હતા. બાળકી સાથે આરોપીને જોનારા અન્ય બાળકોએ તેને ઓળખ પરેડમાં ઓળખી લીધો હતો. સરકારી વકિલે આરોપી માટે મૃત્યુદંડની માગણી કરી છે કેમ કે તેમાં સુધારો થઈ શકે તેમ નથી.

અગાઉ પણ ૬૨ વર્ષની મહિલા, ૧૭ વર્ષની કિશોરી, પશુ અને હવે બાળકીને વાસનાનો ભોગ બનાવ્યા હતા.  દુર્ભાગ્યવશ એમાંથી છૂટી ગયો હતો સમાજ માટે જોખમ છે અને જીવવાનો અધિકાર નથી, એમ વકિલે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટની નિયમાવલી અનુસાર મૃત્યુદંડના કેસમાં કોર્ટે દલીલો સાંભળીને આરોપીને પોતાની બાજુ રજૂ કરવાનો સમય આપ્યો હતો. વધુ સુનાવણી ૨૯ જૂન પર રાખી છે.

પુણેના નસરાપુર ગામમાં આ ઘટના પહેલી મેના રોજ બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા દરમ્યાન બની હતી. આરોપી કાંબળેએ બાળકીને નાસ્તો અપાવવાના અને ગાયનું નવું જન્મેલું વાંછરડું બતાવવાને બહાને લલચાવી હતી. નજીકના ગમાણમાં તેને લઈ જઈને તેના પર જાતીય અત્યાચાર કર્યો હતો. ત્યા રરબાદ ગુૂંગળાવીને અને છાતી પર પ્રહાર કરીને તેની હત્યા કરી હતી.