Mumbai

હોટેલ-રેસ્ટોરાં, બેકરી અને ફૂડ સ્ટોલને લાયસન્સ રજૂ કરવા આઠ દિવસની મુદત

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
ભિવંડીમાં 17 જૂને ફૂડ પોઈઝનિંગથી 100 લોકો બીમાર પડ્યા બાદ મહાનગરપાલિકા સફાળી જાગી છે. તંત્રએ તમામ હોટેલો, રેસ્ટોરાં, બેકરી અને ફૂડ સ્ટોલ સંચાલકોને 8 દિવસમાં માન્ય લાયસન્સ સહિત 7 દસ્તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે. નિયમભંગ કરનાર સામે સીલિંગ અને કડક કાર્યવાહી કરાશે તેવી ચેતવણી પણ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોટેલ-રેસ્ટોરાં, બેકરી અને ફૂડ સ્ટોલને લાયસન્સ રજૂ કરવા આઠ દિવસની મુદત

ભિવંડીમાં ફૂડ પોઈઝનિંગ બાદ તંત્રનો કડક ચાબખા

નિયમભંગ કરનાર સામે સીલિંગ સહિત કડક કાર્યવાહી થશે

મુંબઈ  -      ભિવંડીમાં તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનાના પગલે ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાએ બિનઅધિકૃત ખાણીપીણીના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી શરૃ કરી છે. શહેરની તમામ હોટેલો, રેસ્ટોરાં, બેકરી તેમજ ફૂડ સ્ટોલ સંચાલકોને તેમના માન્ય લાયસન્સ અને જરૃરી દસ્તાવેજો રજૂ કરવા માટે આઠ દિવસની અંતિમ મુદત આપવામાં આવી છે.

 ગત ૧૭ જૂને ભિવંડીની એક ખાણીપીણીની દુકાનમાંથી નાસ્તો કર્યા બાદ આશરે ૧૦૦ જેટલા લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

 આ ઘટના બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્ય છે.મહાનગરપાલિકાના લાયસન્સ વિભાગના ડેપ્યુટી કમિશનર બાલકૃષ્ણ ક્ષીરસાગરે તમામ વેપારીઓને સંબંધિત વોર્ડ કચેરીમાં તેમના લાયસન્સ અને જરૃરી દસ્તાવેજો જમા કરાવવા આદેશ આપ્યો છે.

 મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-૧૯૪૯ની કલમ ૩૮૧(બી) મુજબ કમિશનરની મંજૂરી વિના રાંધેલો ખોરાક, આઈસક્રીમ, જ્યુસ અથવા કાપેલા ફળોનું વેચાણ કરવું ગેરકાયદ ગણાય છે.

વેપારીઓએ  એફએસએસએઆઈ  નોંધણી, મ્યુનિસિપલ ટ્રેડ લાયસન્સ, ફાયર એનઓસી સહિત કુલ સાત ફરજિયાત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

 મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત આઠ દિવસમાં નિયમોનું પાલન નહીં કરનાર વેપારીઓ સામે ભારે દંડ, લાયસન્સ સસ્પેન્ડ કરવાની તેમજ જરૃર પડે તો દુકાન કે સ્થાપનાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.