Mumbai

શેખર સુમનના ભાગીદાર ધર્મેશ સાંગાણીને ત્યાં ઈડીના દરોડા

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં EDએ ફિલ્મ નિર્માતા ધર્મેશ સાંગાણીના સ્થળે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં અમેરિકા, UAE અને કેનેડામાં તેમની બેનામી સંપત્તિઓ તથા ઓફશોર બેંક ખાતા મળ્યા છે. સાંગાણીએ પુરાવા નાશ કરવા 13મા માળેથી ફોન ફેંક્યો હતો, જે અંગે અલગ કેસ નોંધાયો છે. આ ફેમા, 1999ના ઉલ્લંઘનનો મામલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેખર  સુમનના ભાગીદાર ધર્મેશ સાંગાણીને ત્યાં ઈડીના દરોડા

અમેરિકા, યુએઈ, કેનેડામાં બેનામી સંપત્તિ, ખાતાં મળ્યાંનો દાવો

ઈડીની ટીમ આવતાં સાંગાણીએ ૧૩મા માળેથી  ફોન ફેંકી  દેતાં પુરાવાનો નાશ કરવાના પ્રયાસનો અલગથી કેસ નોંધાયો

મુંબઈ -  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા અને પીઢ અભિનેતા શેખર સુમનના વ્યવસાયિક સહયોગી ધર્મેશ નરેન્દ્ર સાંગાણી અને તેમની કંપની કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડયા હતા.તપાસમાં કથિત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ આફ અમેરિકા (યુએસએ), કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં અનેક અઘોષિત વિદેશી સંપત્તિઓ અને ઓફશોર બેંક ખાતાઓ અને અવાસ્તવિક વિદેશી રેમિટન્સનો ખુલાસો થયો છે.

શેખર સુમન ફિલ્મ એકેડેમી (એસએસએફએ) ની સહ-સ્થાપના સાંગાણી દ્વારા કરવામાં આવી છે અને સુમન દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. જોકે, કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ એક વૈશ્વિક ટ્રેડિંગ ફર્મ છે, જે આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારો અને કોમોડિટી લોજિસ્ટિક્સનું સંચાલન કરે છે.

વિવાદો સાથે સાંગાણીનો સંબંધ નવો નથી. સપ્ટેમ્બર ૨૦૧૬ માં, યુકે બોર્ડર ફોર્સના અધિકારીઓએ આશરે ૭.૪ કિલોગ્રામ અઘોષિત સોનાના દાગીના જપ્ત કર્યા હતા જે સાંગાણીએ યુકેમાં દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

એજન્સીના અધિકારીઓ જણાવ્યું હતું કે યુએસએ અને યુકેના કસ્ટમ સત્તાવાળાઓ ધર્મેશ સાંગાણીના અમુક વ્યવહારોની તપાસ કરી રહ્યા છે, અને ઈડી આવા વ્યવહારોમાં ફેમાના ઉલ્લંઘનોની પણ તપાસ કરી રહી છે.

ગુરુવારે મુંબઈમાં સાંગાણીના પરિસરમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા), ૧૯૯૯ હેઠળ પાડવામાં આવેલા દરોડા બાદ આ વિગતો જાહેર થઈ છે. ઈડી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને ભારતમાં જે પૈસા મળવા જોઈએ તે નોંધપાત્ર સમય વીતી જવા છતાં ભારતમાં આવ્યા નથી, જે  ફેમાના ઉલ્લંઘનને દર્શાવે છે.

એજન્સીના અધિકારીઓના જણાવ્યા મુજબ, સાંગાણીએ સર્ચ દરમિયાન મુંબઈની એક ઇમારતના ૧૩મા માળેથી પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો. તે પછીથી મળી આવ્યો હતો અને તપાસકર્તાઓ સાયબર અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી હેન્ડસેટમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ઈડીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ફિલ્મ નિર્માતા પર પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અધિકારીઓએ શોધાયેલ વિસંગતતા તરફ ઈશારો કરીને આરોપ લગાવ્યો કે કંપનીએ કાયદેસર રીતે મંજૂર સમયમર્યાદામાં ચોક્કસ વિદેશી ખરીદદારો પાસેથી નિકાસની રકમ મેળવી નથી અને ન તો તેણે અધિકૃત ડીલર બેંક પાસેથી સમય લંબાવ્યો છે. કોઈ દસ્તાવેજીકૃત વસૂલાતના પ્રયાસો પણ થયા નથી,અધિકારીઓએ જણાવ્યું હતું.

તેના બદલે, તપાસકર્તાઓએ નિકાસ ઇન્વોઇસ અને શિપિંગ બિલમાં નામ આપવામાં આવેલા માલ લેનાર અથવા ખરીદનાર સિવાયના તૃતીય-પક્ષ એન્ટિટી પાસેથી નિકાસ આવકની રસીદો નોંધી છે. ઈડીએ જણાવ્યું હતું કે સર્ચ કાર્યવાહી દરમિયાન એવું બહાર આવ્યું હતું કે જે પૈસા ભારતમાં મળવા જોઈતા હતા તે ઘણો સમય વીતી જવા છતાં ભારતમાં આવ્યા નથી.

એક બેનામી કેનેડિયન કંપનીમાં પણ સાંગાણીના વ્યવહારો મળી આવ્યા  હોવાનો આરોપ છે.  અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે, સંકળાયેલ વિદેશી બેંક ખાતા અને સંબંધિત વ્યવહારો પણ યોગ્ય અધિકારીઓ સમક્ષ જાહેર કરવામાં આવ્યા ન હતા. આ ઉપરાતં યુએઈની બેનામી પેઢી તથા  કેનેડા, યુએસએ અને યુએઈમા છૂપાં બેન્ક ખાતાં મળ્યાં હોવાનું  પણ કહેવાય છે.