Mumbai

સલીમ ડોલાના સાગરીત સહિત દસ સામે ઈડીનું આરોપનામું દાખલ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં દાઉદના નજીકના સાથી સલીમ ડોલાના ડ્રગ નેટવર્ક પર EDએ 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ EDએ 10 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. ફૈઝલ શેખ અને તેની પત્ની આલ્ફિયા શેખ સહિત અન્ય 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી ડ્રગના પૈસા દાઉદ સુધી વિવિધ બેંક ખાતાઓ દ્વારા પહોંચાડતું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સલીમ ડોલાના સાગરીત સહિત દસ સામે ઈડીનું આરોપનામું દાખલ

વિવિધ બેંક ખાતાઓ દ્વારા ગેરકાયદેસર ધંધામાંથી પૈસા  ાઉદને ટ્રાન્સફર થતા હોવાનો આરોપ

ડ્રગ નેટવર્ક પર દરોડા બાદ ઈડીની કાર્યવાહી

 મુંબઈ -   એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દાઉદના નજીકના સાથી સલીમ ડોલાના ડ્રગ નેટવર્ક પર મુંબઈમાં ૮ સ્થળોએ દરોડા પાડયા બાદ  ઈડીએ હવે આ દસ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે.ડોલાના એમડી ડ્રગ સ્મગલર ફૈઝલ શેખ, તેની પત્ની આલ્ફિયા શેખ અને અન્ય ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

નાર્કોેટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની કાર્યવાહી અને મની લોન્ડરિંગ કેસમાં, ઈડીએ કડક કાર્યવાહી કરી છે. ગયા વર્ષે, મેફેડ્રોન (એમડી) ડ્રગ સ્મગલિંગ કેસમાં દાઉદના પન્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ફૈઝલ શેખ સલીમ ડોલા માટે કામ કરતો હતો. તેની પત્ની આલ્ફિયા શેખ પણ આ ગેંગમાં હતી. આ બે સાથે આઠ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ડ્રગ સ્મગલિંગ રેકેટ ચલાવી રહ્યા હતા. સામિયા ખાન, નાસિર યાસીન ખાન અને અન્ય લોકો એમડી ડ્રગ્સ વેચી રહ્યા હતા. ગ્રાહકો શોધવાનું તેમનું કામ હતું. ફૈઝલ અને આલ્ફિયા ડ્રગના વેચાણમાંથી મળેલી રકમ તેમના બેંક ખાતામાં રાખતા હતા.ઈડીએ તેની આખી કુંડળીનો પર્દાફાશ કર્યો છે.

ગુના માટે વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ

ઈડીના જણાવ્યા મુજબ શેખ દંપતી એકઠા થયેલા પૈસા તેમના એક સહયોગી ફૈઝાન મોહમ્મદ શફી શેખને મોકલતા હતા, જે મુંબઈના ફૈઝ કોમ્પ્લેક્સમાં કામ કરતા હતા. ત્યાંથી આ પૈસા વિવિધ બેંક ખાતાઓમાં મોકલવામાં આવતા હતા. વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને, ગેરકાયદેસર ધંધામાંથી પૈસા સલીમ ડોલા અને પછી તેમના સહયોગીઓ દ્વારા દાઉદને ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે, ઘણી બોગસ કંપનીઓ અને પેટાકંપનીઓનું એક મોટું નેટવર્ક બનાવવામાં આવ્યું હોવાનું જણાયું છે.

સલીમ ડોલા મુખ્ય સૂત્રધાર

ઈડીના જણાવ્યા મુજબ દાઉદનો નજીકનો સાથી સલીમ ડોલા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર છે. દેશમાં ઘણી જગ્યાએ પકડાયેલા ડ્રગ રેકેટના તાર સીધા ડોલા સાથે જોડાયેલા છે. સલીમ ડોલાના પુત્રને ગયા વર્ષે દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.