મુંબઈમાં ઈ-ચલાનની બાકી રકમ રૃ. 1200 કરોડથી વધુ

ટ્રાફિક
દંડ વસૂલવા ફાસ્ટેગ સાથે જોડાણની શક્યતા
વસૂલાત
માટે ટ્રાફિક વિભાગ દ્વારા નવી વ્યવસ્થાની ચકાસણી શરૃ
મુંબઈ -
મુંબઈમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકાને કરાયેલા
દંડની વસૂલવાની બાકી રકમ આશરે રૃ. ૧૨૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ જંગી રકમની
વસૂલાત માટે ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગો વિવિધ વિકલ્પો પર વિચારણા કરી રહ્યા
છે. આ સંદર્ભમાં વાહનોના ફાસ્ટેગ ખાતા સાથે ટ્રાફિક દંડને સંલગ્ન કરવાની શક્યતા
અંગે પ્રાથમિક સ્તરે ચકાસણી શરૃ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈમાં
છેલ્લા કેટલાક વર્ષોથી ઈ-ચલાન પદ્ધતિ દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ
ફટકારવામાં આવે છે. શહેરભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા, ઓટોમેટિક નંબર પ્લેટ
રેકગ્નિશન સિસ્ટમ અને અન્ય આધુનિક સાધનોની મદદથી દરરોજ હજારો વાહનચાલકો સામે
કાર્યવાહી કરવામાં આવે છે.
જોકે, મોટી સંખ્યામાં વાહનચાલકો દંડની રકમ ભરતા નથી. પરિણામે
વસૂલાતનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. ટ્રાફિક વિભાગના સૂત્રોના
જણાવ્યા મુજબ, અનેક વાહનચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ
કરે છે, પરંતુ દંડની ચૂકવણી કરતા નથી. તેથી ઈ-ચલાનની બાકી
રકમ સતત વધી રહી છે.
આ
સ્થિતિને ધ્યાનમાં રાખીને બાકી દંડની
વસૂલાત વધુ અસરકારક બનાવવા નવી વ્યવસ્થાઓ અંગે વિચારણા શરૃ કરવામાં આવી છે. તેના
ભાગરૃપે ફાસ્ટેગ વ્યવસ્થાનો ઉપયોગ કરીને ટ્રાફિક દંડની વસૂલાત કરી શકાય કે કેમ
તેની તપાસ ચાલી રહી છે.
જો આ
પ્રસ્તાવ અમલમાં આવશે તો વાહન સાથે સંકળાયેલા ફાસ્ટેગ ખાતાની વિગતોના આધારે બાકી
દંડની માહિતી સરળતાથી મેળવી શકાશે. સાથે જ વસૂલાતની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે.
ટ્રાફિક નિયમોનું પાલન વધશે અને માર્ગ સુરક્ષા તથા ટ્રાફિક શિસ્ત જાળવવામાં
પણ મદદ મળશે.
જોકે, સમગ્ર પ્રક્રિયા
હાલમાં અભ્યાસ અને વિચારણાના તબક્કામાં છે. કાયદાકીય જોગવાઈઓ, ટેકનિકલ માળખું, ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત
મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્ય ું છે. આ ઉપરાંત, આવી
વ્યવસ્થા અમલમાં મૂકવા માટે કેન્દ્ર સરકાર તથા સંબંધિત એજન્સીઓની મંજૂરી પણ જરૃરી
બની શકે છે.
અધિકારીઓએ
સ્પષ્ટતા કરી છે કે હાલમાં ફાસ્ટેગ મારફતે ટ્રાફિક દંડની સીધી કપાત કરવામાં આવતી
નથી. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય
લેવામાં આવ્યો નથી. તમામ પાસાઓની સમીક્ષા પૂર્ણ થયા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં
આવશે.




