Mumbai

અસહ્ય ગરમીને લીધે જળાશયોમાં માત્ર 19.22 ટકા પાણીનો જથ્થો

By GS Team
24 May 20262 mins read
અસહ્ય ગરમીને લીધે જળાશયોમાં માત્ર 19.22 ટકા પાણીનો જથ્થો

મુંબઈમાં ૧૦ટકા પાણી કાપ છતાં પરિસ્થિતિ વિકટ

હવે હાલનો સ્ટોક ૧૭ ઓગસ્ટ સુધી ચાલે તે માટે પ્રયાસ

મુંબઈમુંબઈમાં ૧૫ મેથી લાગુ કરાયેલા ૧૦ટકા પાણી કાપ છતાં શહેરના સાતેય  જળાશયો માં પાણીનો જથ્થો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. કારણ કે અસહ્ય ગરમીની લીધે પાણીની બાષ્પીભવન ખૂબ જ પ્રમાણમાં વધી ગયું છે આથી હાલમાં જળાશયોમાં કુલ ક્ષમતાના માત્ર ૧૯.૨૨ ટકા જેટલું પાણી જ બચ્યું છે.જેના કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( બીએમસી) પર પાણી સંચાલનનું ભારે દબાણ વધ્યું છે.

બીએમસી આપેલી માહિતી અનુસાર, મુંબઈ શહેરની પાણી પુરવઠો પૂરું પાડતા  મોડક સાગર, વિહાર, તાનસા, તુલસી, અપર વૈતરણા, મિડલ વૈતરણા અને ભાતસા જળાશયો એમ સાત જળાશયોમાં હાલમાં  ૨,૭૮,૧૯૯  મિલિયન લિટર પાણીનો સંગ્રહ છે.જ્યારે કુલ ક્ષમતા૧૪,૪૭,૩૬૩  મિલિયન લિટર છે. પાણી કાપ લાગુ  થયા બાદ શહેરનો દૈનિક પાણી પુરવઠો ૩,૯૫૦   મિલિયન લિટરથી ઘટીને આશરે  ૩૬૦૦ મિલિયન લિટર સુધી આવ્યો છે.

બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ જો પાણી કાપ લાગુ ન કરવામાં આવ્યો હોત તો હાલનો જથ્થો માત્ર જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી જ ટકી શક્યો હોત. હવે હાલનો સ્ટોક ૧૭ ઓગસ્ટ સુધી ચાલે તે માટે પ્રયાસ કરી રહી છે.

 ભારતીય હવામાન વિભાગ ( આઈએમડી)એ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની આગાહી વ્યક્ત કરતાં બીએમસી એ અગાઉથી જ સાવચેતીના પગલાં શરૃ કર્યા છે. આઈએમ ડી  મુજબ મુંબઈમાં ચોમાસું ૧૦ જૂન આસપાસ પહોંચવાની શક્યતા છે.

 શહેરની પાણી પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે બીએમસીએ  મહારાષ્ટ્ર સરકાર પાસે  અપર વૈતરણા અને ભાત્સા જળાશયોમાંના રિઝર્વ કવોટામાંથી  ૨૩૭  મિલિયન ઘન મીટર પાણીની માંગણી પણ કરી છે.

  જો કે અધિકારીઓએ રાહતની વાત પણ કરી છે. ગયા વર્ષની સરખામણીએ હાલની સ્થિતિ થોડી સારી માનવામાં આવી રહી છે. ૨૨મે ૨૦૨૫ એજળાશયોમાં ૧૬.૮૮ ટકા પાણી ઉપલબ્ધ છે, જ્યારે  વર્ષ ૨૦૨૪માં આ જ સમયગાળામાં માત્ર ૧૦.૬૭ ટકા જ  પાણીનો સંગ્રહ રહ્યો હતો. હવે સમગ્ર શહેરની નજર ચોમાસાના આગમન પર ટકેલી છે.