દિશાના પિતાની આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની બદનક્ષી નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક પિતા તરીકે તપાસ માગ્યાનો દાવો
રાજકીય હેતુપ્રેરિત કેસ હોવાની આદિત્યની પોસ્ટ બાદ નોટિસ
મુંબઈ - દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાના શંકાસ્પદ મૃત્યુના કેસમાં સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. હવે આ પ્રકરણમાં દિશાના પિતા સતીશ સાલિયને શિવસેના (ઉબાઠા)ના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરને ૫૦૦ કરોડની માનહાનિની નોટિસ આપી છે.
આદિત્ય ઠાકરેએ પોતાની સામે રાજકીય હેતુપ્રેરિત આક્ષેપો કરાયા હોવાની પોસ્ટ કરી હતી. તે સંદર્ભમાં દિશાના પિતાએ આ નોટિસ આપી છે.
આ દાવા સામે સખત વાંધો ઉઠાવીને નોટિસમાં જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરેના આરોપ ખોટા અને પાયાવિહોણા તથા બદનામી કરનારા છે. મારી પાસે કોઈ નક્કર માહિતી નહોવા છતાં મને લક્ષ્ય કરવામાં આવે છે. એક પિતા તરીકે મે મારી મૃત પુત્રીને ન્યાય મેળવી આપવા કાયદેસર માર્ગે તપાસની માગણી કરી છે.
આદિત્ય ઠાકરેએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી અને કોઈ પરિચય પણ ન હતો. છતાં છ વર્ષથી રાજકીય દ્વેષ અને ચરિત્ર હનન કરવાના હેતુથી મારું નામ વારંવાર જોડવામાં આવે છે.
ચારિત્ર્ય હનન ચાલુ રહેશો તો કાનૂની પગલાં ઃ ઉદ્ધવ
મુંબઈ - દિશા કેસમાં ઉદ્ધવ ઠાકરેેએ પણ મૌન તોડતાં કહ્યું હતું કે આ કેસ સાથે મારા પરિવારને કોઈ લેવાદેવા નથી. તેમ છતાં પણ અમારાં નામોલ્લેખ સાથે ચારિત્ર્યહનન ચાલુ રહેશે તો તે અટકાવવા અમારે કાનૂની પગલાં લેવાની ફરજ પડશે.




